“અનુપમા”ની સીધી સાદી વહુુ નંદિની અસલ જીવનમાં છે ખૂબ જ બોલ્ડ અને ગોર્જિયસ, તસવીરો જોઇ નજર નહિ હટાવી શકો

અનુપમાની નાની સંસ્કારી વહૂએ આર પાર દેખાય એવું જાળીદાર ટોપ પહેરી મચાવી બબાલ- જુઓ PHOTOS

ટીવી શો ‘અનુપમા’ સતત ચાહકોનો ફેવરેટ શો બની રહ્યો છે. આ શોમાં રૂપાલી ગાંગુલીથી લઇને ઘણા મોટા કલાકારો સ્ક્રીન શેર કરતા જોવા મળે છે. આ શો ટીઆરપી યાદીમાં પણ ટોપ પર રહે છે. શોનું દરેક પાત્ર ખૂબ જ ખાસ છે. ચાહકો પણ દરેકને ઘણો પ્રેમ આપી રહ્યા છે. શોના દરેક સ્ટારની ખાસ ફેન ફોલોઇંગ છે. અભિનેત્રી રૂપાલી ગાંગુલી આ શોમાં ‘અનુપમા’ની મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહી છે.

આ શોમાં અનુપમાની નાની વહુ એટલે કે ‘નંદિની’નુ પાત્ર અભિનેત્રી અનઘા ભોસલે ભજવી રહી છે જે દરેકની પ્રિય છે. અનઘા ભોસલે ભલે પડદા પર સરળ લુકમાં જોવા મળે પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ બોલ્ડ છે. અનઘા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ઘણીવાર તે જબરદસ્ત તસવીરો પોસ્ટ કરી ચાહકોના હોશ ઉડાવી દે છે.

આ દરમિયાન, હવે અનઘાની એક તસવીર તેના ચાહકોના હોશ ઉડાવી રહી છે. અનઘાની એક ખૂબ જ ગ્લેમરસ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.આ તસવીરોમાં અનઘાએ બ્લેક મેશ બ્રેલેટ પહેરી છે. આ તસવીરોમાં તેની પોઝિંગ સ્ટાઇલ ખરેખર જોવા જેવી છે.

તસવીરોમાં, તેની સ્માઇલ ચાહકોના દિલ જીતી રહી છે. આ લુક સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. તેના ચાહકો તેની આ તસવીર વારંવાર જોઈ રહ્યા છે. અત્યાર સુધી આ તસવીરને હજારો લાઈક્સ મળી ચૂકી છે. બાળપણથી જ અભિનયનું સપનું જોનાર અનઘા ભોસલેએ માત્ર 20 વર્ષની ઉંમરે પોતાનું સપનું પૂરું કર્યું છે. તેનો જન્મ 27 જાન્યુઆરી 2000ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો. એક ઈન્ટરવ્યુ દરમિયાન અનઘા ભોંસલેએ કહ્યું હતું કે તેને અભિનયનો ખૂબ શોખીન છે.

અનઘા ભગવાન શ્રીકૃષ્ણમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે અને નિષ્ઠાવાન હૃદયથી તેમની પૂજા કરે છે. એવું કહેવાય છે કે અનઘા પાસે શૂઝ અને જ્વેલરીનુ ખાસુ એવું કલેક્શન છે. અનઘા ભોસલેએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત 2020માં ટીવી શો દાદી અમ્મા દાદી અમ્મા માન જાઓથી કરી હતી જેમાં તે શ્રદ્ધાનું પાત્ર ભજવી રહી હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન અનઘાએ કહ્યું હતું કે તેણે એક વર્ષ પહેલા આ રોલ માટે ઓડિશન આપ્યું હતું, ત્યારબાદ તેને આ રોલ મળ્યો.

તેણે કહ્યું કે તેને આ રોલ મળ્યાને ઘણો સમય થઈ ગયો હતો, પરંતુ આ રોલ મળવાની ખુશી તેનામાં હજુ બાકી હતી. હાલમાં અનઘા અનુપમા શોમાં નંદિનીની ભૂમિકા ભજવી રહી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અનઘાએ કહ્યું હતું કે નંદિનીનું પાત્ર તેની વાસ્તવિક જિંદગી સાથે મેળ ખાય છે. એટલું જ નહીં, અનઘાએ તેના જીવનમાં ઘણી બ્રાન્ડ્સ માટે સૂટ પણ કરાવ્યા છે.

નંદિની એટલે કે અનઘા ભોસલે આ દિવસોમાં ‘અનુપમા’માં ખૂબ જ મહત્વપૂર્ણ ટ્રેક ભજવી રહી છે. તે તેની સાસુ અનુપમાને સપોર્ટ કરતી જોવા મળે છે. તે જ સમયે, તેનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ તેને પરેશાન કરી રહ્યો છે, જેના કારણે સમગ્ર શાહ પરિવાર અને સમર બંને પરેશાન છે. આ બધામાં અનુજ કાપડિયા તેમને મદદ કરી રહ્યા છે.

અનઘાના 880k ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી અનઘાએ હવે 483 પોસ્ટ કરી છે. પાછલા દિવસોમાં તેમની લોકપ્રિયતા અચાનક વધી છે. તેના વેસ્ટર્ન ડ્રેસથી લઈને એથનિક ડ્રેસ સુધીની તસવીરો પણ છે. તેણીને બંને રીતે સારી રીતે પસંદ કરવામાં આવી રહી છે.

Shah Jina