બેરોજગારમાં આ સ્ટોરી જોશ ભરી દેશે, ભાભી-નણંદ થોડાક જ વર્ષોમાં કરોડપતિ બની ગયા

વાર્ષિક ટર્નઓવર જોઈ મોટા મોટા બિઝનેસમેન પણ સ્તબ્ધ થઈ ગયા, આજે વાંચો બેસ્ટ સ્ટોરી

ઘણીવાર લોકોની સફળતાઓના કિસ્સા સામે આવતા હોય છે અને હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક નણંદ ભાભીની સફળતાની કહાની સામે આવી છે. મધ્યપ્રદેશના જબલપુરની વંદના અગ્રવાલ અને ડોક્ટર મોનિકા અગ્રવાલ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ છે, બિઝનેસ પાર્ટનર તરીકે પણ વચ્ચે સારુ બોન્ડિંગ છે. બંને મળીને જબલપુરમાં ડેરી ચલાવે છે, તે પણ હાઇટેક ડેરી છે, જ્યાં આખી સિસ્ટમ કેશલેસ અને ઓનલાઇન છે, ડિલિવરીથી માંડીને મેઇન્ટેનન્સ સુધીની તમામ બાબતો.

Image source

44 વર્ષિય વંદના અગ્રવાલે એનવાયરલમેન્ટમાં સાયન્સથી માસ્ટર્સ કર્યુ છે. જયારે 36 વર્ષિય મોનિકા અગ્રવાલ વેટરનિટી ડોકટર છે. વંદનાના પિતા અને પતિ બંને વેટરનિટી ડોકટર છે.

વર્ષ 2008માં વંદનાના દીકરાની તબિયત ખરાબ થઇ. ડોકટરે દૂધ પીવડાવવાનું કહ્યુ, પરંતુ બહારના મિલાવટી અને દૂષિત દૂધથી બચવા કહ્યુ. તેમના ભાઇએ એક ભેંસ ખરીદી લીધી. અહીંથી તેમના મગજમાં ડેરીનો આઇડિયા આવ્યો. પહેલા વંદના અને તેમના ભાઇ નાની ડેરી ચલાવતા હતા. પછી નણંદ પણ જોડાઇ ગઇ. આજે તેમની પાસે 200થી પણ વધારે ભેંસો છે.

ઉત્પાદન પ્રમોશન અને ડિલિવરીનું કામ વંદનાબેન સંભાળે છે. તેઓનું કહેવુ છે કે, “શરૂઆતમાં માઉથ પબ્લિસિટી ગ્રાહકો સુધી પહોંચવાનો માર્ગ હતો. જેમને અમારું ઉત્પાદન ગમ્યું તે અન્ય લોકોને તેના વિશે કહેતા હતા. પછી અમે પોસ્ટરો ચોંટાડ્યા અને પત્રિકાઓ વહેંચી, અખબારમાં જાહેરાત પણ આપી હતી. આ રીતે અમારા ગ્રાહકો ધીરે ધીરે વધ્યા. તો, સાથે જ અમારે ત્યાં પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો થયો. અમારી પાસે હાલમાં 200 થી વધુ ભેંસ અને 10-12 ગાય છે. અમે 400 થી વધુ ઘરોમાં દૂધ આપીએ છીએ. વાર્ષિક 2 કરોડનું ટર્નઓવર થાય છે. તેઓ 25 લોકોને રોજગાર પણ આપી રહ્યા છે.

Shah Jina