જીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે નીરવ પટેલ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

નણંદ અને ફઈ ધારે તો કુટુંબને ભેગા કરી શકે ધારે તો વીખી પણ શકે, દરેક પરિવારે વાંચવા જેવી એક સુંદર વાત

આપણો દેશ સામાજિક બંધનોથી જોડાયેલો દેશ છે અને એટલે જ ઘણા પરિવારો આપણા દેશમાં એક સાથે રહેતા જોવા મળે છે, પરિવારના આંતરિક ક્લેશને બાદ કરવામાં આવે તો કેટલાય પરિવારોમાં સદસ્યો વધારે હોવા છતાં પણ હળીમળીને રહેતા હોય છે, એક બીજાની ચિંતા કરતા હોય છે.

Image Source

પરિવારના બે સદસ્યો એટલે કે નણંદ અને ફોઈ. એ બંને એક પરિવારના કાયમી સદસ્યો તો નથી જ છતાં પણ એમનું વર્ચસ્વ દરેક પરિવાર ઉપર રહેલું ક્યાંકને ક્યાંક જોવા મળતું જ હોય છે. દરેક પરિવારમાં ફોઈ અને નણંદ આધિપત્ય જમાવતા જ હોય છે, ઘણા પરિવારોમાં વિખવાદ થવા માટે પણ આ બંને પાત્રો જ જવાબદાર હોય છે, તો ઘણા પરિવારોમાં આ બંને પાત્રો પરિવારને એક દોરીએ બાંધવાનું પણ કામ કરતા જોવા મળે છે.

Image Source

નણંદ અને ફોઈ આ બંને આમ તો એક જ પાત્રો છે છતાં પણ તેમના કામ અને રીતભાત બંનેની જુદી જુદી ઓળખ બતાવી આપે છે. નણંદ જ લગ્ન બાદ ફોઈનું રૂપ ધારણ કરે છે તે છતાં પણ લગ્ન પહેલા તે પોતાનું વર્ચસ્વ પિયરમાં રહે તેવું ઇચ્છતા હોય છે, પોતે જે ઘરમાં નાનેથી મોટી થઈ હોય, ભાઈના લગ્ન પહેલા જેને આખા ઘરના કામકાજની જવાબદારી સાચવી હોય એ પોતાની ભાભી આવતા જાણે નિવૃત્ત થઇ ગઈ હોય એમ માને છે, અને પોતાની ભાભી ઉપર રુઆબ કરવાનું પણ શરૂ કરી દે છે. જેના કારણે પણ પરિવારમાં કલેહનો જન્મ થતો હોય છે.

Image Source

ઘણા પરિવારમાં ભાભી અને નણંદ બે બહેનોની જેમ પણ રહેતી હોય છે, એક બીજાના સુખ દુઃખને સમજતી હોય છે, એકબીજા સાથે હળીમળી પણ રહેતી હોય છે અને ત્યારે એ પરિવારમાં કોઈ પણ જાતના આંતરિક કલેહ જોવા નથી મળતા અને સુખેથી પોતાનું જીવન વિતાવે છે.

Image Source

નણંદ જયારે લગ્ન કરીને સાસરે જતી હોય છે ત્યારે તે ઇચ્છતી હોય છે કે પોતાના પિયરમાં પણ તેનું વર્ચસ્વ એવું જ રહે. ભાઈના ઘરે પણ પારણા બંધાય ત્યારે નણંદ હવે ફોઈ બની ગયા હોય છે જેના કારણે તે જયારે પોતાના પિયર આવે ત્યારે એક અલગ જ રુઆબ સાથે આવે છે, પોતાની ભાભી દ્વારા જો ફોઈની સેવા કરવામાં સહેજ પણ કચાસ રહી જાય તો ખોટે ખોટું રિસાવવાનું કરી આખા ઘરના વાતાવરણને પણ ખરાબ કરી નાખતા હોય છે. ભાઈ માટે એ સમયે પોતાની બહેનનો જ પક્ષ લેવો પડે છે, જેના કારણે પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પણ વિખવાદ ઉભો થતો હોય છે. આ બધું જોઈને ફોઈને પણ ત્યારે મઝા આવતી હોય છે. પોતાના પિયરમાં વિખવાદ ઉભો કરાવી ફોઈ તો પોતાના સાસરે ચાલ્યા જાય છે પરંતુ બે-ત્રણ દિવસ જે પિયરમાં રહ્યા હોય છે તેના કારણે ઘણા દિવસની શાંતિને તે ભંગ કરીને જતા હોય છે.

Image Source

ઘણા પરિવારમાં ફોઈ પણ ત્યાગની મૂર્તિ બનતા હોય છે, પરિવારને એક કરવાનું પણ કામ કરતા હોય છે, બીજી કોઈ બાબતોથી પોતાના પિયરપક્ષમાં જયારે વિખવાદ થયો હોય ત્યારે ફોઈ આવીને તરત તે વિખવાદનું સમાધાન પણ કરતા હોય છે અને ફોઈની વાત પિયરપક્ષમાં બધા માનતા પણ હોય છે. ઘણા તૂટતાં સંબંધોમાં થીંગડું મારવાનું કામ પણ એક ફોઈ જ કરતા હોય છે.

Image Source

ફોઈ અને નણંદની નજર ઘણીવાર પિયરપક્ષની મિલ્કત ઉપર પણ રહેલી હોય છે, પોતાની પાસે ઘણું બધું હોવા છતાં પણ ભાઈની મિલ્કતમાં ભાગ લેવા માટે ભાઈ સામે જ વેર પણ કરતા હોય છે, ભાઈની સામે જ ફરિયાદ પણ કરે છે, આપણા સમાજના નીતિ નિયમ પ્રમાણે પિતાની મિલ્કતમાં સરખાભાગે દીકરીનો પણ ભાગ રહેલો હોય છે, જેનો ઘણીવાર ફાયદો પણ ઉઠાવવામાં આવતો હોય છે.

Image Source

ઘણા કિસ્સાઓમાં નણંદ ને ફોઈ પોતાની પાસે કઈ ના હોવા છતાં પણ પોતાની મિલ્કત ભાઈના નામે જ રહેવા દે છે, ભાઈ દ્વારા સામે ચાલીને આપતા હોવા છતાં પણ તે ભાઈની મિલ્કત સ્વીકારવાની ના જ કહે છે, તે પણ એમ ઈચ્છે છે કે તેના ભાઈઓ મિલ્કતના કારણે કોઈ વિખવાદ ઉભો ના થાય, પોતાના સાસરે જે રહેલું છે તેજ તેની સાચી સંપત્તિ છે, લગ્ન બાદ જયારે પિતાનું ઘર છોડ્યું ત્યારે ત્યાંની મિલ્કત પણ છોડી દીધી હોવાનું તે જણાવે છે.

Image Source

આપણા હિન્દૂ ધર્મના લગ્નમાં જયારે દીકરી જાય છે ત્યારે ઘરની દીવાલ ઉપર તેના કંકુથાપા પણ લગાવવામાં આવે છે અને તેના વિશે એમ માનવામાં આવે છે કે જે દિવસે દીકરી ઘર છોડીને જાય છે ત્યારે પોતાનું બધું જ પોતાના ભાઈના નામ ઉપર પોતાના હાથની છાપ દ્વારા કરીને જાય છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.