ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે થોડા દિવસો પહેલા જ મહેસાણાના કડીના નગરાસણ ગામની નણંદ-ભાભીએ કેનાલમાં કૂદી આત્મહત્યા કરી હોવાની ખબર સામે આવી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર બંનેેએ સવારે ઘરેથી નીકળી કડી દેવુસણા રોડ પર આવેલ ઓગણનાથ મહાદેવ નજીક મુખ્ય નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.
આ ખબર સમગ્ર વિસ્તારમાં ફેલાતા લોકોના ટોળેટોળા કેનાલ ખાતે ઉમટી પડ્યા હતા. આ પછી પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, કડીના મૂળ નગરાસણના વતની અને મારુતિનંદન સોસાયટીમાં રહેતા અજય કનુભાઈ સોલંકી વેપાર ધંધો કરી ગુજરાન ચલાવે છે.
રવિવારે વહેલી સવારે જ્યારે તેઓ પોતાના ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી તેમના ફોન પર ફોન આવ્યો. ફોન પર વાત કરતા સામે આવ્યુ કે, દેવુસણા રોડ પર આવેલ ઓગળનાથ મહાદેવ નજીક મુખ્ય નર્મદા કેનાલ ખાતે એક પર્સ પડેલું છે, જેમાં ડોક્યુમેન્ટ છે તેમજ એક ચિઠ્ઠી લખેલી છે. આ ચિઠ્ઠીમાં તેમનો નંબર હતો. આ પછી તરત જ અજય સોલંકી નર્મદા કેનાલ ખાતે દોડી ગયા અને સાથે પરિવાર પણ પહોંચ્યો. ચિઠ્ઠીમાં ઉલ્લેખ હતો કે, “સોરી હું લાઈફથી કંટાળી ગઇ છું, મને માફ કરજો મારા મોતનું કારણ હું જ છું, કોઈનો વાંક નથી ગુડ બાય”.
આ પછી આ મામલાની જાણ અજય સોલંકીએ પોલીસને કરી અને તે બાદ તરવૈયાઓની મદદથી બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી. કડીના નગરાસણ ગામના 22 વર્ષિય હેતલ અજયભાઈ સોલંકી અને તેમની નણંદ 22 વર્ષિય રેણુકા કનુભાઈ સોલંકી બંને રવિવારે વહેલી સવારે ઘરેથી નીકળ્યા અને નર્મદા કેનાલમાં કૂદી આત્મહત્યા કરી લીધી. નણંદ-ભાભીએ આત્મહત્યા કરી હોવાની આશંકાને પગલે અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે.
આ મામલે તેમના મૃતદેહો શોધવાની પ્રકિયા હાથ ધરાઇ હતી, જો કે બેથી ત્રણ દિવસ સુધી કેનાલમાં સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી પણ કેનાલમાં બંને મળી ન આવતાં પોલીસે સીસીટીવી અને સીડીઆરની મદદથી શોધખોળ હાથ ધરી.જો કે આ મામલે એવો ઘટસ્ફોટ થયો છે કે બંને જણા બે યુવકો સાથે ભાગી ગયા હતા. જો કે પોલીસે બંને યુવકો સાથે નણંદ-ભાભીને ઝડપી પાડ્યા અને પરિવારજનોને સોંપ્યા. જો કે હેતલે પતિ અજયને અજાણ્યા નંબર પરથી ફોન કર્યો હતો અને કહ્યુ કે- હું હિંમતનગર છું, મને આવીને લઈ જાઓ.
આ પછી અજયએ કડી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને વિલંબ કર્યા વગર જ પોલિસ અજય સાથે હિંમતનગર ખાતે જવા રવિવારે રવાના થઇ. હેતલને હિંમતનગર બસ સ્ટેશન પરથી હિંમતનગર બી ડિવિઝન પોલીસે હસ્તગત કરી હતી. જો કે રેણુકા પરિવારના બીકના કારણે ભાભીથી અલગ થઈ બસ સ્ટેશનથી ભાગી ચૂકી હતી. પોલીસ દ્વારા રસ્તામાં હેતલનું કાઉન્સીલિંગ કરતા સામે આવ્યુ કે રેણુકા મારી સાથે જ હતી અને તે તેના સાથી મિત્ર સાથે તે હાથમતી નદીની કોતરોમાં સંતાયેલી છે. એવું કહેતાની સાથે જ હિતેન્દ્રસિંહએ કડી પોલીસ સ્ટેશનના પી.આઇ પી.એલ વાઘેલાનો સંપર્ક કરી જાણ કરી.
જ્યાં પીઆઇની સુચનાથી હિતેન્દ્રસિંહ હેતલને લઈ પરત હિંમતનગર જવા રવાના થયા. હેતલ જેમ જેમ રસ્તાનું કહેતી કડી પોલીસ અને હિંમતનગર પોલીસ તે રસ્તા ઉપર જતી અને રેણુકાની શોધખોળ કરતી. આખરે એક બગીચાની પાછળ ઝાંડી ઝાખરામાં સંતાયેલી હોવાનું જણાવતા હિંમતનગરમાં નવીન ઉદ્યોગિક ભવન બંધ પડેલું ત્યાં પહોંચતા બગીચાની પાછળ ઝાંખરાઓમાંથી પરોઢિયે રેણુકાને અજાણ્યા યુવક સાથે કડી પોલીસ હિંમતનગર પોલીસ અને પરિવારે તેઓને ઝડપી પાડ્યા હતા.