નાના પાટેકરે ફિલ્મના શુટિંગ દરમિયાન સેલ્ફી લેવા પહોંચેલા ફેનને મારી થપ્પડ, વાયરલ થયો વીડિયો- જાણો

ફેનને થપ્પડ મારતા જ નાના પાટેકર થયા ટ્રોલ, ગિરફતારીની પણ ઉઠી માંગ, જાણો વાયરલ વીડિયોની સામે આવી હકિકત

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકર તેમના અભિનય માટે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ સિવાય તેઓ વિવાદો વચ્ચે પણ લાંબા સમયથી જોડાયેલા છે. નાના પાટેકર અંગે અવારનવાર એવા કેટલાક નિવેદનો સામે આવ્યા છે, જેના કારણે તેમનું નામ વિવાદોમાં રહ્યુ છે. તાજેતરમાં જ નાના પાટેકર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, અને તેનું કારણ એ છે કે તેમણે એક ફેનને સેલ્ફી લેતી વખતે થપ્પડ માર્યો હતો.

શું નાના પાટેકરે સેલ્ફી લેવા આવેલા ફેનને માર્યો લાફો?

આ દરમિયાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે બાદ નાના પાટેકરને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. જો કે, નાના પાટેકરે આવું કરવા પાછળનું કારણ ‘ગદર 2’ના ડિરેક્ટર અનિલ શર્માએ જાહેર કર્યું છે. મીડિયા અહેવાલ અનુસાર, અનિલ શર્માએ જણાવ્યું કે નાના પાટેકરે કોઈની સાથે ગેરવર્તન કર્યું નથી. થપ્પડનો શોટ ફિલ્મના શૂટિંગનો એક ભાગ છે. અમે બનારસના રસ્તાઓ પર શૂટિંગ કરી રહ્યા હતા, જ્યાં એક છોકરો નાના પાસે આવવાનો હતો અને તે દરમિયાન નાના પાટેકરે તેને થપ્પડ મારવાની હતી.

વિડીયો વાયરલ થયા બાદ ‘ગદર 2’ના ડિરેક્ટરે કર્યો મોટો ખુલાસો

શૂટિંગ ચાલી રહ્યું હતું અને શોટ મુજબ નાનાએ થપ્પડ મારી હતી. પરંતુ તે જ ક્ષણે ભીડ ત્યાં આવી ગઈ અને નાના પાટેકરને એવી રીતે બતાવવામાં આવ્યા કે જાણે તેઓ કોઈ નકારાત્મક અને અસંસ્કારી અભિનેતા હોય. જણાવી દઈએ કે નાના પાટેકર આગામી ફિલ્મ જર્નીના શૂટિંગ માટે વારાણસી પહોંચ્યા હતા અને આ વાયરલ વીડિયો પણ ત્યાંનો જ છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં નાના પાટેકરને ટીમ અને ક્રૂ મેમ્બર્સ સાથે જોઈ શકાય છે.

નાના પાટેકર થયા ટ્રોલ

આ દરમિયાન એક ફેન સેલ્ફી લેવા માટે આવે છે. જ્યારે તે ફોટો ક્લિક કરવા માટે ફોન બહાર કાઢે છે, ત્યારે નાના પાટેકર તેને માથામાં થપ્પડ મારતા વીડિયોમાં જોવા મળે છે. જો કે, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ મોટા ભાગના ઇન્સ્ટાગ્રામ યુઝર્સ નાના પાટેકરને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે તો નાનાની ધરપકડની માંગ પણ કરી રહ્યા છે. જ્યારે કેટલાક કહે છે કે લોકોએ જ તેમને માથે ચઢાવ્યા છે. જો કે, આ વચ્ચે કેટલાક લોકોએ અભિનેતાનો પક્ષ પણ લીધો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina