બોલીવુડમાં એક સફળ અભિનેતા એટલે નાના પાટેકર, તેમના બોલવાનો અંદાઝ જ નિરાળો છે, તેમના ડાયલોગ સાંભળીને એક નવો જ ઉત્સાહ દિલમાં ભરાઈ જાય સાથે નાના પાટેકર એક સામાજિક કાર્યકરની રીતે પણ દિલ જીતી લીધું છે, ત્યારે નાના પાટકરના પરિવાર વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે, નાના પાટેકરનો દીકરો જે સોશિયલ મીડિયા પણ ઓછો જોવા મળે છે.

નાના પાટકરના દીકરાનું નામ છે મલ્હાર પાટેકર અને તે પણ પોતાના પિતાની જેમ સાધારણ જ જીવન જીવે છે, આપણે જોયું છે કે બોલીવુડના સ્ટારના દીકરાઓ પણ હંમેશા નજરમાં આવતા રહેતા હોય છે, સોશિયલ મીડિયામાં પણ તેમના વિશે ઘણું જાણવા મળતું હોય છે પરંતુ મલ્હાર આ બધાથી બહુ જ દૂર છે.

મલ્હારને સોશિયલ મીડિયા ઉપર શોધવો પણ ખુબ જ મુશ્કેલ છે, તે ના ફિલ્મી દુનિયામાં દેખાય છે ના બીજે ક્યાંય, તેને પોતાના પરિવાર સાથે સમય વિતાવવો ગમે છે, અને સાદાઈમાં તો તે તેના પિતાથી પણ ચાર કદમ આગળ છે.

મલ્હાર પોતાના પરિવાર સાથે સતત ભળતો રહે છે, તેના પિતા જ તેના શ્રેષ્ઠ મિત્ર છે અને ઘણીવાર તસવીરોમાં જોવા પણ મળે છે કે તે તેના પિતા સાથે મસ્તી મઝાક કરતો રહે છે.

નાના પાટેકર પણ ફિલ્મોમાં આવતા પહેલા આર્મીમાં હતા, આને પોતાના અભિનયથી કરોડો લોકોના દિલમાં રાજ કરી ગયા સાથે તેમનું જીવન પણ ખુબ જ સરળ રહ્યું છે, તે સાદું જીવન જીવવામાં માને છે અને પાછળ તેમનો પુત્ર મલ્હાર પણ એજ દિશામાં આગળ વધી રહ્યો છે.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.