એક સાથે બે-બે રૂપાળી અભિનેત્રીઓના પ્રેમમાં પાગલ હતા નાના પાટેકર? બંને સાથે હતા સંબંધ પરંતુ પકડાઈ ગયા અને
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે તેમની ફિલ્મી કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરેલું છે. તેમના અભિનયને ખુબ જ પસંદ કરવામાં આવે છે. સાથે જ તેમના ડાયલોગ ડિલિવરીના બધા દીવાના છે. 90ના દાયકામાં તેમના અભિનય અને ડાયલોગથી લોકોના દિલ પર રાજ કરવા વાળા નાના પાટેકરની ફિલ્મી કારકિર્દી ખુબ જ શાનદાર રહી હતી તે દરમ્યાન તેમની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચા થઇ હતી. અભિનેત્રી મનીષા કોઇરાલાની સાથે અફેરને લઇને ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. આજે અમે જણાવીશું કેવી રીતે બંનેના પ્રેમની શરૂઆત થઇ કેવી રીતે પેમનો અંત થયો.
જુના જમાનાની અદાકારા આયેશા ઝુલ્કાની સાથે નાના પાટેકરના ઇશ્કની ચર્ચા થઇ રહી હતી પરંતુ તેમની એક ભૂલના કારણે તે સંબંધ તૂટી ગયો હતો. આયેશા ઝુલ્કાની પહેલા નાના પાટેકર અભિનેત્રી મનીષા કોઇરાલાને ડેટ કરી રહ્યા હતા. આયેશાની સુંદરતા અને હુસ્નની આગળ તે સમયમાં બધી અભિનેત્રીઓ ફેલ હતી.
આયેશાએ ‘આંચ’ફિલ્મમાં નાના પાટેકરની સાથે કામ કરેલું હતું અને કહેવામાં આવે છે કે આ ફિલ્મ પછી બંને એક બીજાની નજીક આવી ગયા હતા અને ડેટ કરવાનું પણ શરુ કરી દીધું હતું. ફિલ્મ ‘અગ્નિસાક્ષી’ પછી નાના પાટેકર અને મનીષાએ ફિલ્મ ‘ખામોશી’માં સાથે કામ કર્યું હતું. બંને એક બીજાની એટલા નજીક આવી ગયા હતા કે બંને એક બીજાના ઘરે જવા લાગ્યા હતા. મનીષાના પડોશીઓએ એ વખતે કહ્યું હતું કે સવારના સમયે નાના પાટેકરને તેમના ઘરેથી નીકળતા જોયા હતા.
તે દરમ્યાન પણ નાના પાટેકરની જિંદગીમાં મનીષા હતી પરંતુ થયું એવું કે મનીષાએ નાના પાટેકરને આયેશા સાથે જોઈ લીધા હતા અને તેને નાના અને આયેશાના પ્રેમની ખબર પડી ગઈ હતી. ત્યારબાદ મનીષાની સાથે નાના પાટેકરના સંબંધો બગડી ગયા હતા. નાના પાટેકરે આયેશાની સાથે લિવઇન રિલેશન રાખ્યું હતું પરંતુ પછી તે પણ કોઈ કારણોસર તૂટી ગયું હતું.
જણાવી દઈએ તે દરમ્યાન નાના પાટેકરની લવ લાઈફ ખુબ જ ચર્ચામાં હતી. આયેશાએ બોલિવૂડના ઘણા મોટા સ્ટારની સાથે કામ કરેલું છે પરંતુ ત્યારબાદ ફિલ્મી દુનિયાથી દૂર જતી રહી હતી.