કપિલ શર્મા શોની અંદર કોમેડી કરી ચૂકેલા આ પ્રખ્યાત કોમેડિયને ઝઘડાના કારણે ઝેર ગટગટાવ્યું, કારણ જાણીને દુઃખ લાગશે

દેશભરમાંથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવે છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે મોતને વહાલું કરવાનો વિચાર કરતા હોય છે, કોરોનાના કારણે ઘણા સેલેબ્રિટીઓ પણ આર્થિક તંગીમાં સપડાયા હતા, ધીમે ધીમે કોરોનાનો પ્રકોપ ઓછો થતા તેમનું કામ કાજ પણ શરૂ થયું, પરંતુ હવે આ કોરોનાની ત્રીજી લહેર ઘણા લોકો સાથે સેલેબ્રિટીઓ માટે પણ મુસીબતનું કારણ બની રહી છે.

ત્યારે હાલ ખબર આવી રહી છે કે બૉલીવુડ અભિનેતા નાના પાટેકરની મિમિક્રી કરવા વાળા પ્રખ્યાત કોમેડિયન તિર્થાનંદ રાવે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે આર્થિક તંગીના કારણે તીર્થાનંદે આ પગલું ભર્યું હતું. જો કે પાડોશીઓના કારણે તેમનો જીવ બચી ગયો હતો.

ઓનલાઇન મીડિયા રિપોર્ટ અનુસાર તીર્થાનંદે 27 ડિસેમ્બરની સાંજે ઝેર પીધું હતું. ચાર દિવસ સુધી તે હોસ્પિટલમાં રહ્યો અને હવે તેની હાલત પહેલા કરતા વધારે સારી છે. રિપોર્ટ્સ અનુસાર એક ઇન્ટરવ્યૂની અંદર તીર્થાનંદે ઝેર પીધાની વાત કબૂલી છે. તેનું કહેવું છે આર્થિક તંગીના કારણે તેના પરિવારજનો પણ તેને છોડીને ચાલ્યા ગયા છે.

તેને કહ્યું કે હું હોસ્પિટલમાં ભરતી હતો પરંતુ મારી મા અને ભાઈ મને મળવા નથી આવ્યા. અમે એક જ કોમ્પ્લેક્સમાં રહીએ છીએ અને હું અહીંયા છેલ્લા 15 વર્ષથી રહું છું. પરંતુ મારો પરિવાર મારી સાથે વાત પણ નથી કરતો. એટલું જ નહિ મારી સારવાર માટે પણ પૈસા ના ખર્ચ્યા.

હું દેવામાં છું. તમને જણાવી દઈએ કે તીર્થાનંદ કપિલ શર્મા શોમાં પણ કામ કરી ચુક્યો છે. આ શોમાં તેને નાના પાટેકરની મિમિક્રી કરી હતી, જેને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી.

Niraj Patel