રસોઈ

નાના મોટા દરેકને પસંદ આવતા ગાંઠિયા હવે બનાવો ઘરે જ, નોંધી લો આ સરળ રેસીપી….

“ગાંઠિયા” હા આજે અમે તમારી માટે લાવ્યા છીએ બધાની પસંદ નાના હોય કે મોટા, વડીલ હોય કે યુવાન દરેકને મનભાવતા ગાંઠિયા. લગભગ જ કોઈ એવું હશે જેને ગાંઠિયા નહિ ભાવતા હોય. ગાંઠિયા એક એવી વસ્તુ છે જે તમે સવારે ચા કે કોફી સાથે નાસ્તા તરીકે લઇ શકો. સાંજના નાસ્તામાં પણ તમે ગાંઠિયા લઇ શકો. અરે જો ચા કોફી ના હોય અને જો ગાંઠિયા ખાવા હોય તો બસ થોડા મરચા કાપીને તેલમાં તળી લો અને તળેલા મરચા પર ભભરાવો થોડું મીઠું. પછી જે આનંદ આવે ગાંઠિયા અને મરચા ખાવાનો કે વાત ના પૂછો. આહાહા.. મને તો લખતા લખતા પણ મોઢામાં પાણી આવી ગયું. ચાલો ફટાફટ શીખી લઈએ કે કેવીરીતે બનાવીશું આ સોફ્ટ ગાંઠિયા ઘરે જ.

સામગ્રી :

  • ચણાનો લોટ ૨૫૦ ગ્રામ,
  • મીઠું ૨ ચમચી,
  • અડધો કપ તેલ,
  • અડધી ચમચી બેકિંગ પાવડર (સોડા),
  • અજમો એક નાની ચમચી,
  • હિંગ એક ચપટી,
  • કાળા મરી (વાટેલા પાવડર પણ લઇ શકો),
  • તેલ ટાળવા માટે

સરળ રીત :

સૌથી પહેલા આપણે લોટમાં જે મોણ નાખવાનું છે તેના માટે તેલ તૈયાર કરી લઈશું તો એ તેલ તૈયાર કરવા તમારે સૌથી પહેલા અડધો કપ તેલને ગરમ કરવાનું છે એ તેલ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરીને એ નવસેકા તેલમાં મીઠું અને સોડા ઉમેરી દેવા. આટલું કાર્ય પછીચણાના લોટના બાઉલમાં આ તેલ ઉમેરી દો. હવે આ લોટને બરાબર મસળી લેવો અને તેમાં બાકીના મસાલા ઉમેરી દેવા જેમાં અજમો, હિંગ અને કાળા મરી પણ સામેલ છે.

આટલું ઉમેરી દીધા પછી ધીરે ધીરે થોડું થોડું પાણી ઉમેરીને સરસ નરમ લોટ બાંધવો લગભગ અડધા પોણા જેટલા કપ પાણીથી આટલો લોટ એકદમ સરસ બંધાઈ જશે. હવે લોટ બંધાઈ જાય પછી આપણે હવે તેલ એક કડાઈમાં ગરમ કરવા મુકીશું. હવે જયારે એક તરફ તેલ ગરમ થઇ રહ્યું છે ત્યાં આપણે સંચામાં લોટ ભરી લઈશું. સંચામાં લોટ ભરવા માટે હાથ તેલ વાળા કરી લેવા અને સંચાની અંદરની બાજુએ થોડું તેલ લાગવું.

સંચામાં જાળી થોડા જાડા ગાંઠિયા પડે એ સેટ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં ધીમે ધીમે શાંતિથી ગાંઠિયા પાડો. ગાંઠિયા તૈયાર થઇ ગયા છે. આ ગાંઠિયા તમે દરરોજ વાપરી શકો છો અને આ એક મહિના સુધી સારા રહે છે. તો બનાવો આ મસ્ત ટેસ્ટી ગાંઠિયા અને ખુશ કરી દો ઘરમાં બધાને.

BTW મને તો ગાંઠિયા મરચા સાથે બહુ પસંદ છે અને તમને? કોમેન્ટમાં જણાવો.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ