મનોરંજન

જયારે આ એક્ટ્રેસ ઉઠાવ્યું હતું ચોકાંવનારું પગલું, પતિ માટે કુરબાન કરી દીધી હતી આ બધી વસ્તુઓ…

બાપ રે, ડ્રગ્સ કેસમાં આવ્યું નમ્રતા શિરોડકરનું નામ, સાઉથનો સૌથી મોટો હીરો મહેશ બાબુ સાથે કર્યા છે લગ્ન, રૂપરૂપનો અંબાર દેખાતી આ હિરોઈન આજે આવી દેખાય છે

દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે બોલીવુડનું ડ્રગ કનેક્શન સામે આવ્યા બાદ ફિલ્મી કલાકારોમાં હલચલ મચી જવા પામી છે. ઘણા સ્ટાર્સના નામ સામે આવ્યા છે. જેમાં સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, રકૂલપ્રીત સિંહ અને કરિશ્મા કપૂરનું નામ સામે આવ્યું છે. આ આટલું જ નહીં ટોલીવુડ સુપરસ્ટાર મહેશ બાબુની પત્ની નમ્રતા શિરોડકરના નામનો પણ ખુલાસો થયો છે.વિવાદમાં નામ સામે આવ્યા બાદ નમ્રતા શિરોડકરએ ઇન્સ્ટાસ્ટોરી પર એક અજીબ પોસ્ટ શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

આ પોસ્ટ દ્વારા તેમણે જીવનમાં ખુશ રહેવા અને દરેક ક્ષણની ઉજવણી કરવાની સલાહ આપી છે. તેણે લખ્યું – તમારા જીવનને પ્રેમ કરો. દરેક વસ્તુનો ફોટો ક્લિક કરો. લોકોને કહો કે તમે તેમને પ્રેમ કરો છો. અજાણ્યાઓ સાથે વાત કરો. તે વસ્તુ કરો જેનાથી તમે ડરો. આપણે બધાએ એક દિવસ દુનિયા છોડીને જવાનું છે કોઈ પણ કંઈ યાદ રાખશે નહીં, તમારી જિંદગીની કહાનીને દુનિયાની બેસ્ટ સ્ટોરી બનાવો. આ મોકો મુકો નહીં.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

જણાવી દઈએ કે, નમ્રતા શિરોડકર ભગવાનમાં ઘણો વિશ્વાસ રાખે છે. તે બધા જ તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક કરે છે. નમ્રતાની આસ્થાની ખબર ત્યારે પડી હતી જયારે તેને તિરુમાલા જઈને તેના વાળનું દાન કરી દીધું હતું. આ સમયે તેની તસ્વીર ઘણી વાયરલ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

આ વાત વર્ષ 2016ની છે. નમ્રતાએ તિરુપતિ જઈને તેના વાળનું દાન કરી દીધું હતું. આ દરમિયાન તેના પતિ અને બાળકો સાથે તિરુપતિ દર્શન કરવા ગઈ હતી. માનવામાં આવે છે કે, નમ્રતા તિરુપતિ મંદિરમાં તેના પતિ અને બાળકો માટે માનતા રાખી હતી તેથી વાળનું દાન કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

નમ્રતાએ ‘પુકાર’, ‘કચ્ચે ધાગે’, ‘વાસ્તવ’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે જ સમયે તેણે વર્ષ 1993માં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો. એક સમય હતો જ્યારે નમ્રતાની સુંદરતાના લાખો દીવાના હતા. પરંતુ 46 વર્ષની ઉંમરે પણ નમ્રતા કોઈ કરતાં ઓછી દેખાતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

નમ્રતાએ 2005માં સાઉથની સુપરસ્ટાર મહેશ બાબુ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેણે ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

મહેશ અને નમ્રતાની મુલાકાત વર્ષ 2000માં ફિલ્મ ‘વામસી’ ના સેટ પર થઇ હતી. અહીંથી જ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. બંનેએ થોડા વર્ષોથી રિલેશનશિપમાં રહીને લગ્ન કર્યા. આજે બંને 2 બાળકોનાં માતા-પિતા પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

નમ્રતાએ તેની કારકિર્દીની શરૂઆત સુપરસ્ટાર સલમાન ખાન સાથે 1998 માં ફિલ્મ ‘જબ પ્યાર કિસી સે હૈ ‘ થી કરી હતી. પહેલી જ ફિલ્મથી તેણે દર્શકોના દિલ પર રાજ કરવાનું શરૂ કર્યું હતું. નમ્રતાએ માત્ર હિન્દીમાં જ નહીં પણ તમિલ, તેલુગુ, મલયાલમ, મરાઠી અને કન્નડ ભાષાઓમાં પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

આજે નમ્રતાનો દેખાવ પહેલેથી જ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. નમ્રતા છેલ્લે 2004 માં ‘ઇંસાફ’ અને ‘બ્રાઇડ એન્ડ પ્રેજુડિસ’ ફિલ્મોમાં જોવા મળી હતી. બીજા જ વર્ષે નમ્રતાના લગ્ન થયા અને પોતાને ફિલ્મોથી સંપૂર્ણ પણે દૂર કરી દીધી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.