બોલિવુડના સ્ટારકિડ હંમેશા ચર્ચામાં રહે છે. સ્ટાર કિડ પણ સેલેબ્સથી વધારે ફેમસ રહે છે. ઘણા એવા સ્ટારકિડ છે જે બાળપણથી જ સુપર સ્ટાર બની ગયા હોય છે.તો ઘણા એવા સ્ટારકિડ છે જે ફિલ્મ દુનિયાની ચમકથી દૂર રહે છે. જેમાં અમરીશ પુરીની દિકરીનું નામ નમ્રતા પુરી છે.
/
View this post on Instagram
અમરીશ પુરી બૉલીવુડમાં એક એવા વિલન હતા જે ફિલ્મમાં એક્ટર પર ભારી પડી જતા હતા. અમરીશ પુરીની ફિલ્મ મિસ્ટર ઇન્ડિયા, નગીના, દામિની અને કોયલા જેવી ફિલ્મોમાં અમરીશ પુરીની એક્ટિંગને ભુલાવી મુશ્કેલ છે. અમરીશ પુરી 80 અને 90ના દાયકાની ફિલ્મોમાં લીડ રોલમાં હતા.
View this post on Instagram
એક તરફ બોલીવુડ નેપોટિઝ્મને લઈને જંગ કરી રહી હતી. તો બીજી તરફ આ બધી વાતોથી દૂર અમરીશ પુરીએ દીકરી નમ્રતાએ બોલીવુડની કરિયરને પસંદ કરી ના હતી. ખબરોનું માનીએ તો નમ્રતા એક સોફ્ટવેર એન્જીનીયર છે.
View this post on Instagram
400 ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અમરીશ પુરી જેટલા પ્રસિદ્ધ છે તેટલી તેની દીકરી નમ્રતા એ ફિલ્મોમાં ક્યારે પણ આવવાની કોશિશ કરી ના હતી. અમરીશ પૂરીને એક જ દીકરી છે. તે છે નમ્રતા પુરી. નમ્રતા લાઈમલાઈટથી દૂર રહે છે. નમ્રતા બાકી બધા સ્ટારથી ઘણી અલગ છે. સોફ્ટવેર એન્જીનીયરની સાથે-સાથે નમ્રતા એક કોસ્ટ્યૂમ ડિઝાઈનર છે. નમ્રતાના લગ્ન થઇ ગયા છે અને તેને એક દીકરી પણ છે.નમ્રતએ શિરીષ બાગવે સાથે લગ્ન કર્યા છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, અમરીશ પૂરીને એક દીકરો છે રાજીવ પુરી. રાજીવ પુરી તેના બિઝનેશમાં વ્યસ્ત છે.
View this post on Instagram
આજે ભલે અમરીશ પુરી બોલીવુડમાં ના હો પરંતુ હિન્દી સિનેમાને અમરીશ પુરી જેવા એક્ટર અને વિલન મળવા એક ગૌરવની વાત છે. ખલનાયકની ભૂમિકામાં તો લાંબા સમય સુધી તેના રોલને કારણે જાણવામાં આવ્યા હતા. શેખર કપૂરની ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાઆમ મોગેમ્બોની ભૂમિકા હિન્દી સિનેમાના ખલનાયકના તરીકે તેનો રોલ અમ્ર થઇ ગયો હતો.
View this post on Instagram
આ ફિલ્મમાં અમરીશ પુરી દ્વારા બોલવામાં આવેલો ડાયલોગ ‘મોગેમ્બો ખુશ હુઆ’આજે પણ આ ડાયલોગ હિન્દી ફિલ્મના જાણીતા ડાયલોગમાં શામેલ છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, અમરીશ પુરીનવે બોલીવુડમાં પહેલો રોલ 39ની ઉંમરમાં મળ્યો હતો. આ ફિલ્મનું નામ હતું ‘ રેશ્મા અને શેરા.’ આ ફિલ્મમાં અમરીશ પુરીએ વહીદા રહેમાન અને સુનિલ દત્ત સાથે કામ કર્યું હતું. અમરીશ પુરીનું નિધન 12 જાન્યુઆરી 2005માં બ્રેઈન હેમરેજના કારણે થયું હતું.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.