સાચા ભારતીયની રીતે મુકેશ અંબાણીએ પૌત્રનું આપ્યું નામ, જોઈને તમને પણ ગર્વ થશે : દેશ અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરે થોડા સમય પહેલા જ કુલ દીપકનો જન્મ થયો. દીકરાના જન્મ થવાની સાથે જ કરોડો લોકોએ તેમને શુભકામનાઓ પણ પાઠવી. અને હવે લોકો મુકેશ અંબાણીના પૌત્રનું નામકરણ થાય તેની રાહ જોઈ રહ્યા હતા. હવે દીકરાનું નામ પણ આજે આકાશ અને શ્લોકાએ જાહેર કરી દીધું છે. આકાશ અને શ્લોકાએ પોતાના દીકરાનું નામ પૃથ્વી આકાશ અંબાણી રાખ્યું છે. આકાશ અંબાણી 10 ડિસેમ્બરના રોજ પિતા બન્યો હતો. આકાશના દીકરાના જન્મ ઉપર અંબાણી પરિવાર દ્વારા પોતાના અધિકરીક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “ભગવાન કૃષ્ણની કૃપા અને આશીર્વાદથી શ્લોકા અને આકાશ અંબાણીના મુંબઈ સ્થિત ઘરમાં પુત્રએ જન્મ લીધો છે.”

“પૃથ્વી અને આકાશ” – આકાશ અંબાણીના દીકરાનું નામ પૃથ્વી રાખવા પાછળનું કારણ એ જણાવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવારમાં આકાશ નામ પહેલાથી જ છે. એટલા માટે દીકરાનું નામ પૃથ્વી રાખવામાં આવ્યું છે.

નામના અધિકારીક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “ભગવાન કૃષ્ણની કૃપા અને ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના આશીર્વાદથી દીકરા પૃથ્વી આકાશ અંબાણી નામ રાખવામાં આવ્યું છે.

આકાશ અંબાણીના ઘરે દીકરાના જન્મથી પરિવારમાં ખુબ જ ખુશી છે. દીકરાના નામની જાહેરાત કરીને પણ દાદા મુકેશ અંબાણી અને દાદી નીતા અંબાણી સાથે નાના રસેલ મહેતા અને નાની મોના મહેતા પણ ખુબ જ ખુશ છે. ઓળી ઝોળી પિપળ પાન ફઇ એ પાડ્યું “પૃથ્વી” નામ, આજ એવડા કાલ તેવડા પરમ દિ તેના દાદા જેવડા…
View this post on Instagram