જાણવા જેવું ધાર્મિક-દુનિયા

કેવી રીતે ગાંધારીએ આપ્યો હતો 100 કૌરવોને જન્મ? શું હતાં તેમના નામ? વાંચો રોચક ઇતિહાસ

લોકડાઉનમાં ટીવી ઉપર મહાભારતનું પ[રસરં ચાલી રહ્યું છે, મહાભારત આપણા દેશનો એક એવો ઇતિહાસ છે જે યુગો યુગો સુધી અમર રહેશે, પણ આ ઇતિહાસમાં કેટલીક એવી બાબતો છે જે આજે પણ વિચારવા ઉપર મજબુર કરી દે છે, એવી જ એક બાબત છે 100 કૌરવો, ગાંધારીએ એક સાથે કેવી રીતે 100 કૌરવોને જન્મ આપ્યો હતો તેના વિષે આપણે સૌ કોઈ જાણવા મંગતા હોઈએ છીએ, રાજા ધુતરાષ્ટ અને ગાંધારીના 100 પુત્રો જેને આપણે કૌરવો તરીકે ઓળખીએ છીએ તેમના નામ પણ આપણને નહિ ખબર હોય તો ચાલો આ વાત ઉપરહતી આજે પરદો ઉઠાવીએ.

Image Source

આવી રીતે થયો હતો કૌરવોનો જન્મ:
એકવાર મહર્ષિ વેદવ્યાસ હસ્તિનાપુરમાં આવ્યા હતા, ગાંધારીએ તેમની ખુબ જ ભાવથી સેવા કરી હતી, જેનાથી પ્રસન્ન થઈને મહર્ષિ વેદ વ્યાસે ગાંધારીને 100 પુત્રો થશે તેવું વરદાન આપ્યું હતું. સમય ઉપર ગાંધારીને ગર્ભ પણ રહ્યો અને એ ગર્ભ બે વર્ષ સુધી રહેતા ગાંધારી ગભરાઈ ગઈ, તેને પોતાનો ગર્ભ પાડી દીધો, તેના પેટમાંથી લોખંડ જેવું કે માંસ પિંડ બહાર નીકળ્યું, મહર્ષિ વેદ વ્યાસે પોતાની દીર્ઘદૃષ્ટિથી આ જોઈ લીધું અને તે હસ્તિનાપુર ગાંધારી પાસે આવી ગયા.

Image Source

તેમને ગાંધારી પાસે આવી અને એ માસ પિંડ ઉપર પાણી છાંટવા માટે કહ્યું, પાણી છાંટતા જ એ પિંડના 101 ટુકડા થઇ ગયા.ત્યારે વેદ વ્યાસે એ ટુકડાઓને ઘીથી ભરેલા કુંડામાં રાખી દેવા કહ્યું અને તેને બે વર્ષ બાદ ખોલવાનું કહ્યું, સમય વીતતા એ કુંડમાંથી પહેલા દુર્યોધન અને પછીથી ગાંધારીના 99 પુત્ર અને એક કન્યાનો જન્મ થયો.

Image Source

સો કૌરવોના નામ:
1. દુર્યોધન, 2. યુયુત્સુ, 3. દુઃશાસન, 4.જલસંઘ, 5.સામ, 6.સુદુશીલ, 7. ભીમબલ, 8.સુબાહુ, 9. સહિષ્ણુ, 10.ચિત્રકુંડલ, 11. દુરધાર, 12.દુર્મુખ, 13. બિંદુ, 14. કૃપ, 15. ચિત્ર, 16. દુર્મડ, 17.દુશચાર, 18.સત્વ, 19.ચિત્રક્ષા, 20.ઉરનાનભી, 21.ચિત્રબાહુ, 22. સુલોચન, 23.સુશભ, 23.ચિત્રવર્મા, 24.અસાસેન, 25.મહાબાહુ, 26.સમદુખ, 27.મોચન, 28.સુમામી, 29.વિબાસુ, 30.વિકાર, 31.ચિત્રશરસન, 32.પ્રમાહ, 33.સોમવર, 34.માન, 35.સત્યસંધ, 36.વિવસ, 37.વિકર્ણ, 38.ઉપચિત્ર, 39.ચિત્રકુંતલ, 40.ભીમબાહુ, 41.સુંદ, 42.વાલાકી,

43.ઉપ્યોદ્ધા, 44.બાલવર્ધ, 45. દુર્વિઘ્ન, 46. ભીમકર્મી, 47.ઉપનંદ, 48.અનાસિંધુ, 49.સોમકિર્તી, 50.કુડપાડ, 51.અષ્ટબાહુ, 52.ઘોર, 53.રુદ્રકર્મ, 54.વીરબાહુ, 55.કાનન, 56.કુદાસી, 57.દિર્ઘબાહુ, 58.આાદિત્યકેતુ, 59.પ્રથમ, 60.પ્રયામી, 61.વિર્યનાદ, 62.દીર્ઘતાલ, 63.વિકટબાહુ, 64.દુર્ઘરથ, 65.દુર્મશન, 66.ઉગ્રશ્રવા, 67.ઉગ્ર, 68.અમય, 69.કુબ્ધ્રિ, 70.ભીમરથી, 71.અવતાપ, 72.નંદક, 73.ઉપંદક, 74.ચાલસંધિ, 75.બ્રુહક, 76.સુવાત,

77.નાગદિત, 78.વિંદ, 79.અનુવિંદ, 80.અર્જીવ, 81.બુધક્ષેત્ર, 82.દુર્ધષ્ટા, 83.ઉગ્રહીત, 84.કવચી, 85.કાથકુંડ, 86.અનિકેત, 87.કુંડધારી, 88.દુરોધર, 89.શથસ્તા, 90.શુભકર્મ, 91.સપ્રપ્તા, 92.દુપ્રણિત, 93.બાહુધામી, 94.ધુરંધર, 95.સેનાની, 96.વીર, 97.પ્રમાથી, 98.દુર્ધસંધિ, 99.યુયુત્સુ, 100.પુત્રી – દુઃશલા.

Image Source

ગાંધારીના ૧૦૦ પુત્રો અને એક પુત્રી દુસ્સલા હતા અને એક પુત્ર યુયુત્સુ એક અન્ય સ્ત્રીથી થયેલો, ક્યાંક એવું પણ વર્ણન છે કે તે દાસીથી થયેલો પુત્ર હતો. યુયુત્સુએ કૌરવોના પક્ષમાં યુદ્ધ ના કરીને પાંડવોના પક્ષમાં યુદ્ધ કર્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.