ભારતીય ક્રિકેટર નમન ઓઝાના પિતા વિનય ઓઝાને 7 વર્ષની જેલ અને 14 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2013માં બેતુલ જિલ્લામાં બેંક ઓફ મહારાષ્ટ્રની જૌલખેડા શાખામાં લગભગ 1.25 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો.
મુલતાઇ એડિશનલ સેશન્સ કોર્ટે આ 11 વર્ષ જૂના કેસમાં સજા સંભળાવી છે. કોર્ટના આદેશ અનુસાર મધ્યપ્રદેશના ક્રિકેટરોમાં મોટું નામ નમન ઓઝાના પિતાને 7 વર્ષ માટે જેલમાં જવું પડશે, જ્યારે કોર્ટે 14 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.2013ના આ કેસમાં અગાઉ પણ વિનય ઓઝાની ધરપકડ કરવામાં આવી હતી.
તેની 2022માં બેતુલ પોલીસે ઈન્દોર જિલ્લામાંથી છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી. તે ઘણા સમયથી ફરાર હતો. રિપોર્ટ અનુસાર, વીકે ઓઝા વિરુદ્ધ વર્ષ 2014માં છેતરપિંડી અને અન્ય સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી હતી. ત્યારથી તે ફરાર હતો.અહેવાલ મુજબ, તેઓએ 34 નકલી ખાતા ખોલીને છેતરપિંડી કરી હતી અને કિસાન ક્રેડિટ કાર્ડથી લીધેલી લોન તે ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
નકલી ખાતાઓમાંથી અંદાજે રૂ. 1.25 કરોડની રકમ ઉપાડી લેવામાં આવી હતી. આ જ કેસમાં 3 અન્ય આરોપીઓ અભિષેક રત્નમ, ધનરાજ અને લખનલાલને પણ જેલ અને દંડની સજા ફટકારવામાં આવી છે.41 વર્ષીય નમન ઓઝા ભારતીય ટીમ માટે ત્રણેય ફોર્મેટ રમી ચૂક્યો છે.
તેણે એક ટેસ્ટ, એક વનડે અને 2 ટી20માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેના ટેસ્ટમાં 56 રન, વનડેમાં એક અને ટી20માં 12 રન છે. નમન ઓઝા પણ આઈપીએલ રમી ચૂક્યો છે. તેણે 2009 થી 2018 સુધી IPLમાં 113 મેચ રમી છે, જેમાં તેણે 6 અડધી સદી સાથે 1554 રન બનાવ્યા છે.