રસોઈ

મમરા નમકીન રેસિપી: આવી રીતે નાસ્તા માટે બનાવો મમરા – મોજ પડી જશે…

ઝટપટ અને સેહલાય થી બની જવા વાળા મુરમુરા નમકીન ખૂબ સારું સ્નેક્સ છે. કોઈ પણ સમય એ ચા કે કોફી સાથે હલકા ફુલકા નમકીન ના સ્વાદ નો આનંદ ઉઠાવી શકાય છે.

આવશ્યક સામગ્રી

  • મમરા – 4 કપ
  • સીંગદાણા -1કપ
  • તેલ – 4ટેબલ સ્પૂન
  • કરી પત્તા-10-12
  • હિંગ-1 ચપટી
  • જીરુ-1 નાની ચમચી
  • મીઠું-સ્વાદાનુસાર
  • લાલ મરચાં નો પાઉડર-1/2 ચમચી
  • મરી નો ભૂકો 1/2 ચમચી

વિધિ

સીંગદાણા તળો , મમરા નમકીન બનાવવા ની શરૂઆત માં સીંગદાણા તળી લો. સીંગદાણા ને તળવા માટે , એક કઢાઈ ને ગેસ પર ગરમ કરી ને એમાં તેલ નાખો. તેલ ગરમ થવા પર એમાં સીંગદાણા નાખો. એને લગાતાર હલાવતા રહો અને આછા બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

સીંગદાણા તળતા સમય એ ગેસ ધીરો રાખો. સીંગદાણા આછા બ્રાઉન થયા બાદ , અને સુગંધ આવ્યા ગેસ તુરંત બંધ કરી દો. અને એમને એક અલગ પ્લેટ માં કાઢી દો.

મસાલા પિસો

મસાલા પીસવા માટે મિક્સચર જાર માં જીરું ,હિંગ ,મરી, મીઠુ અને લાલ મરચાં નાખી દો. બધા મસાલા ને એક દમ બારીક પીસી લો.

મમરા નમકીન બનાવી લો: કઢાઈ માં બચેલ તેલ માં કરી પત્તા નાખો. પછી ગેસ ધીમો કરો અને કઢાઈ માં મમરા નાખો. મમરા નાખ્યા પછી મસાલો અને સીંગદાણા પણ નાખો.

આ સામગ્રીઓ ને 2-3 મિનિટ સુધી ધીમા ગેસ પર રાખો. બધી વસ્તુઓ ને સારી રીતે ભેળવી ને ગેસ બંધ કરી દો. ગેસ બંધ કર્યા પછી નમકીન મમરા ને ચલાવતા રહો , જેથી મમરા ગરમ કઢાઈ માં ચીપકી ન જાય, એના પછી નમકીન ને કાઢી લો. મમરા નમકીન બની ને તૈયાર છે.

કરારા કરારા મમરા નમકીન ને 3 થી 4 કલાક સુધી પુરી રીતે ઠંડા થવા દો. કોઈ પણ ડબ્બા માં ભરી ને રાખી દો અને 2 મહિના સુધી મજા થી ખાઓ.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ