રસોઈ

નમકીન વગર નાસ્તાની મજા શું ? તો ચાલો આજે બનાવીએ નમકીન ખસ્તા કચોરી, એ પણ પરફેક્ટ રીત સાથે ….

મગ દાળની ખસ્તા કચોરી લગભગ બધા ને જ પ્રિય હોય છે. મસાલેદાર મસાલો આ કચોરી તીખી અને મીઠી ચટણી સાથે પીરસી શકાય છે. સવારે , સાંજે નાસ્તામાં કે પછી ઘરે કોઈ મહેમાન આવે ત્યારે પણ બનાવી શકો છો. એકવાર બાનવજો જરૂર ઘરના સૌ ખાતા જશે ને વાહ, વાહ બોલતા જશે એવી સ્વાદિષ્ટ છે.

સામગ્રી :

 • 250 ગ્રામ, મેંદો
 • 65 ગ્રામ, ઘી
 • સ્વાદ અનુસાર નમક

પૂરણ માટે :

 • 1 કપ, મગની દાળ પલાળેલી.
 • 1 ચમચી, જીરું
 • 8-10 નંગ, કાળા મરી
 • 1 ચમચી, વરિયાળીનો પાઉડર
 • 1 ચમચી, આમચૂર પાવડર
 • 1/4 ચમચી, હિંગ
 • 1/2 ચમચી, લાલ મરચું પાવડર
 • 1/4 ચમચી, દાડમ
 • 1/2 ચમચી. ગરમ મસાલો,
 • સ્વાદ મુજબ મીઠું
 • અને 2 ચમચી.
 • ઉપરાંત તળવા માટે તેલ

બનાવવાની રીત :

મેદામાં મીંઠું અને ઘી ઉમેરી હળવા હાથે મસળી મિક્સ ભેગું કરો અને પાણી ઉમેરી ગૂંદીને લોટની કણક બાંધો.
સાસાથે સાથે એક કડાઈને ગેસ પર ગરમ કરવા મૂકો, ત્યારબાદ તેમાં એક મોટો ચમચો તેલ ઉમેરો અને જીરું, કાળા મરી

ઉમેરી પલાળેલી મગ દાળ એડ કરો. અને હળવી આંચે ફ્રાય કરો. સતત ચલાવો જેથી તળીયે દાઝી ણ જાય કે બળી ન જાય.

હવે એમાં 1 ચમચી તેલ ઉમેરો અને તેને હલાવો કરો પછી તમામ મસાલા ઉમેરો અને હલાવી નીચે ઉતારી લો. અને ઠંડુ થવા દો.

બાંધીને રાખેલા લોટની પૂરી વણી એમાં લો અને એમાં તૈયાર કરેલ પુરાણ ભરો.

પુરણ ભરીને એનું બીડીંગ કરો અને કચોરી જેવો આકાર આપો.

હવે કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો અને બનાવેલી કચોરીને ધીમી આંચ પર તળવા મૂકો.

આછા બદામી રંગની કચોરી થાય એટ્લે ચમચાની કે તલવાની ઝારીની મદદથી બહાર કાઢો.

તો તૈયાર છે તમારી ગરમા ગરમ નમકીન ખસ્તા કચોરી. આપ ઈચ્છો તો ઘરે કોઈ મહેમાન આવે ત્યારે નાસ્તામાં પણ બનાવી શકો છો.

અને ચટણી સાથે સર્વ કરી શકો છો.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ