દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

નામ લક્ષ્મી, પણ પૈસા માટે કરવું પડે છે આ કાળી મજૂરી વાળું કામ, પતિના મોત પછી બની મહિલા કુલ્લી

નામ લક્ષ્મી હોય એટલે કે માઁ લક્ષ્મી એમના પર પ્રસન્ન હોય એ જરૂરી જ નથી. ક્યારેક પરિસ્થિતિ એવી આવે ચઢે છે કે ના કરવા જેવા કામ પણ કરવા મજબુર થવું પડે છે.

Image Source

આવી જ એક વાત આજે અમે તમને કરીશું. જેને ઘણી મહિલાઓને પ્રેરણા પુરી પાડી છે. વાત છે ભોપાલ રેલવે સ્ટેશનની. જેને ભોપાલને પહેલી મહિલા કુલી આપી. તમને માનવામાં નહિ આવે પણ આ વાત સાચી છે. અને એ મહિલા કુલીનું નામ છે લક્ષ્મી. મોટાભાગે તમે રેલવે સ્ટેશન પર પુરુષોને જ કુલી ના રૂપમાં જોયા હશે. અને એજ તમારો સમાન ઊંચકીને ફરતા હશે. પરંતુ ભોપાલમાં લક્ષ્મી નામની સ્ત્રી પોતાના જીવનનો ભાર ઓછો કરવા માટે બીજા લોકોનો ભાર ઊંચકી રહી છે.

વાત એમ હતી કે થોડા સમય પહેલા જ લક્ષ્મીના પતિનું ઓચિંતું નિધન થઈ ગયું. તે ભોપાલ રેલવે સ્ટેશન પર કુલીનું કામ કરતો હતો. ઘરની જવાબદારી ઉઠાવનાર કોઈ રહ્યું નહિ. વળી, લક્ષ્મીનો છોકરો પણ હજુ આઠ વર્ષનો હતો. સાથે તેનો ભણવાનો ખર્ચો પણ કેવી રીતે નીકાળવો એજ પ્રશ્ન હતો.

Image Source

લક્ષ્મીના પતિની સાથે કામ કરતા મિત્રોએ તેમને રેલવેના અધિકારીઓ સાથે વાત કરવાનું કહ્યું. રેલવે દ્વારા પણ બીજું કોઈ કામ ના આપી શકતા લક્ષ્મીને મળ્યો તેના પતિનો કુલીનો બિલ્લો. જેનો નંબર હતો 13. બસ લક્ષ્મીએ પોતાના પતિનો બિલ્લા નં.13 લઇ કુલી જેવા કપડાં પહેરી નીકળી ગઈ ભોપાલ સ્ટેશન ઉપર. અને એ રીતે તે દેશની પહેલી મહિલા કુલી બની.

લક્ષ્મી પોતાના બાળકને સારું ભણાવવા માંગે છે, એક સારું જીવન આપવા માંગે છે અને તેના કારણે જ લક્ષ્મીએ આ કુલીનું કામ સ્વીકાર્યું છે.  પરંતુ આ કામ એટલું સહેલું પણ નથી. કેટલાય લોકો લક્ષ્મીને એક સ્ત્રી સમજી સમાન આપતા નથી. તો ક્યારેક વધુ પડતા વજનના કારણે સમાન ઉંચકવો મુશ્કેલ થઈ જાય છે. સાંજે 6 વાગ્યાથી મોડી રાત સુધી લક્ષ્મી 50-100-200 રૂપિયા જ કમાઈ શકે છે. કેટલાય દિવસ તો કામ પણ મળતું નથી. છતાં પણ લક્ષ્મી લડી રહી છે. તેના સાથે કામકારનાર કેટલીક વખત લક્ષ્મીને મદદ કરે છે, તેમને રેલવેના ગ્રુપ Dમાં લક્ષ્મીને કાયમી નોકરી આપવા માટેની દરખાસ્ત પણ કરી છે.

Image Source

માણસની અંદર જો પરિસ્થિતિઓ સામે લડવાની હિંમત હોય તો એ દરેક પરિસ્થિતિ સામે લડી શકે છે. લક્ષ્મીએ બસ આજ રીતે લડવાનું નક્કી કરી અને આજે એ ભોપાલની પહેલી મહિલા કુલી બની. જેણે દેશની કેટલીય સ્ત્રીઓને પરિસ્થિતિ સામે ઝૂકી જવાના બદલે પરિસ્થિતિ સામે લડવાનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે ભોપાલ રેલવે સ્ટેશન ઉપર બિલ્લા નંબર 13 તરીકે લક્ષ્મીની એક નવી ઓળખ ઉભી થઇ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.