ટીવી જગતની જાણીતી અભિનેત્રી નલિની નેગીને લઈને એક દુઃખદ ખબર સામે આવી છે. નલિનીએ કહ્યું કે તેની રૂમપાર્ટનર પ્રીતિ રાણા અને તેની માં એ પોતાના પર જાનલેવા હુમલો કર્યો છે અને ઘટના પોલીસ સુધી પહોંચી ચુકી છે.નલિની નેગી ટીવી શો ‘નામકરણ’ માં કામ કરી ચુકી છે.
નલિનીનો આરોપ છે કે જ્યારે તેણે પોતાની રૂમ પાર્ટનર અને તેની માં ને ઘર ખાલી કરવા માટે કહ્યું તો બંન્નેએ મળીને પોતાની સાથે ખરાબ રીતે માર-પીટ કરી હતી. આ મારપીટના દરમિયાન નલિનીના ચેહરા પર ગંભીર ઇજા થઇ અને ઘટનાની જાણ નલિનીએ ઓશિવારા પોલીસ થાણેમાં કરી છે અને પ્રીતિ અને તેની માં ના વિરુદ્ધ એફઆરઆઇ પણ દર્જ કરાવી છે.

નલિનીએ પોલીસને આપેલી જાણકારી માં કહ્યું કે મારપીટના દરમિયાન પ્રીતિ અને તેની માં અને કાચથી તેના ચેહરા પર હુમલો કર્યો હતો. નલિનીએ કહ્યું કે,”બંન્ને વારંવાર ચેહરા પર હુમલો કરી રહ્યા હતા. હું એક અભિનેત્રી છું અને મારા વ્યવસાયમાં ચહેરાનું ખુબ જ મહત્વ છે. માટે બંન્ને જાણીજોઈને મારો ચેહરો બગાડવામાં લાગેલી હતી”.
નલિનીએ કહ્યું કે તે અને પ્રીતિ આગળના અમુક વર્ષોથી એક સાથે એક જ રૂમમાં રહેતા હતા પણ પછી નલિનીએ ઘર બદલાવવાનો નિર્ણય કર્યો અને ઓશિવારા શિફ્ટ થઇ ગઈ અને પ્રીતિ એકલી જ ત્યાં રહેવા લાગી હતી. એવામાં અમુક દિવસો પહેલા પ્રીતિએ નલિનીએ પોતાના ઘરમાં અમુક દિવસો સુધી રહેવા માટે વિનંતી કરી. નલીનીએ તેને પોતાના ઘરે રહેવા માટેની હા પડી દીધી અને એ પણ કહ્યું કે મારા માતા-પિતા અમુક દિવસો પછી અહીં આવશે તો ત્યારે તારે જવું પડશે.
પ્રીતિએ કહ્યું કે તે અમુક જ દિવસો માટે અહીં રહેશે અને પછી ચાલી જશે. નલિનીએ કહ્યું કે,”અમુક દિસવો પછી પ્રીતિની માં પણ અહીં રહેવા માટે આવી ગઈ અને જ્યારે મારા માતા-પિતા આવવાના હતા ત્યારે મેં તેઓને ઘર ખાલી કરવા માટેનું કહ્યું તો તે મારી સાથે દલીલ કરવા લાગી અને અપશબ્દ પણ બોલવા લાગી હતી”. ”જયારે હું જિમ જઈ રહી હતી ત્યારે પ્રીતિની માં અચાનક જ મારી સાથે જગાડવા લાગી અને કહ્યું કે હું પ્રીતિ સાથે ખરાબ વર્તન કરી રહી છું”.
નલિનીએ કહ્યું કે,”પહેલા તો મેં તેની માં ને શાંત રહેવા માટેનું કહ્યું પણ તેણે મારી વાત ન માની. તેણે પ્રીતિને ફોન કર્યો અને મારી ફરિયાદ કરી. પ્રીતિ ઘરે આવતા જ મારા પર ગુસ્સે થવા લાગી. મેં પ્રીતિને પુરી બાબત કહેવાનું શરૂ જ કર્યું હતું કે તે મારા પર તૂટી પડી. તેના પછી બંન્નેએ મારી સાથે મારપીટ કરવાનું શરૂ કરી દીધું. હું નીચે પડી ગઈ છતાં પણ બંન્નેએ મને લગાતાર મારવાનું ચાલુ જ રાખ્યું પણ હું ખુબ મુશ્કિલથી ત્યાંથી બચીને નીકળી શકી”.
નલિનીએ આગળ કહ્યું કે,”પહેલા તો બંન્નેએ મને કાચથી માર્યું અને ખરાબ રીતે મારપીટ કરી. તેઓએ લગભગ મને જાનથી મારવાની જ કોશિશ કરી હતી. મને લાગે છે કે પ્રીતિ અને તેની માં નો પ્લાન જ હતો કે તેઓ મારા ચેહરાને ખરાબ કરી નાખે કેમ કે હું એક અભિનેત્રી છું”. હાલ નલિનીના માતા-પિતા તેની પાસે પહોંચી ગયા છે અને ઘટનાની કાર્યવાહી ચાલી રહી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks