સાસરીવાળાએ પાર કરી હેવાનિયતની બધી હદ, પહેલા વહુની કરી હત્યા અને પછી તેની લાશના કર્યા ટુકડા- આ હતું કારણ

આ મામૂલી કારણને લીધે પત્નીને મારી નાખી, લાશના ટુકડા ટુકડા કરી અને ખેતરમાં દાંટી દીધા! છેલ્લે ખુલ્યું આ રાઝ

દેશમાં ઘણા દહેજના કિસ્સાઓ સામે આવે છે અને દહેજને કારણે એક દીકરીએ પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે. લગ્ન થયા બાદ સાસરીવાળા દ્વારા દહેજની માંગ કરવામાં આવે અને જો તે ન મળે તો તે લોકો દ્વારા એક મહિલાને હેરાન પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે, જેમાં દહેજને કારણે વધુ એક દીકરીનું મોત થઇ ગયુ છે.

સાસરીવાળા પર લગ્ન બાદ દહેજ અને લાલચનું એવું ભૂત સવાર હતુ કે એક વર્ષ પહેલા જ લગ્ન કરીને લાવેલ વહુને મોતને ઘાટ ઉતારી દીધી. આરોપ છે કે, સાસરીવાળાએ હેવાનિયતની બધી હદો પાર કરી પરિણિત મહિલાની પહેલા હત્યા કરી અને તે બાદ તેની લાશના ટુકડા કરી તેને જમીનમાં દાટી દીધા. મૃતકના પિતાની શોધ બાદ આ સનસનીખેજ મામલાનો ખુલાસો થયો.

મૃતકના પિતાએ છેલ્લા દિવસોમાં જ પલિસમાં ફરિયાદ કરી હતી કે તેમની દીકરી સાસરે નથી અને તેનો ફોન પણ બંધ છે. મૃતકનું નામ કાજલ કુમારી છે. જે 19 વર્ષની હતી. મૃતક ગર્ભવતી હતી અને તેના સાસરીવાળા સતત તેના પર દહેજ લાવવા માટે દબાણ કરતા હતા. પટના જિલ્લાના સાલિમપુર થાના ક્ષેત્રના બિહટા નિવાસી અરવિંદ કુમારે મૃતકના પતિ સહિત 7ને આરોપી ગણાવી તેના પર દહજ હત્યાનો કેસ દાખલ કરાવ્યો છે.

આરોપ છે કે, સાસરીવાળા કાજલ પાસે 6 લાખ રૂપિયા મંગાવી રહ્યા હતા. મૃતકના પરિજનોએ જણાવ્યુ કે, આ વર્ષે જ ફેબ્રુઆરીમાં 80 હજાર રૂપિયા આપ્યા હતા. તો પણ વધુ રકમ માટે સંજીત કુમારે તેમના જ પરિવારજનો સાથે મળી તેમની ગર્ભવતી પત્ની કાજલની હત્યા કરી દીધી.

મૃતકના પિતાનું કહેવુ છે કે તેમના જમાઇ રેેલવેમાં પ્યુન હતો. બાદમાં ટીટીઇમાં પ્રમોશન બાદ તે 6 લાખ રૂપિયાના દહેજની માંગ કરી રહ્યો હતો. માંગ પૂરી ન થવા પર દીકરીની નિર્મમ રીતે હત્યા કરી તેના ટુકડા કર્યા અને તેને જમીનમાં દાટી દીધા. પોલિસને જમીનમાં દાટેલ ટુકડા મળ્યા છે, જે જપ્ત કરવામાં આવ્યા છે અને પોલિસને લાશ મળી ત્યાં તેને બાળવાના સાક્ષ્ય પણ મળ્યા છે.

Shah Jina