હેલ્થ

નાકમાંથી લોહી આવવાનું કારણ અને ઉપચાર, જાણો અહીં અને જરૂરતમંદ લોકોને પણ જણાવો

નાકમાંથી અચાનક લોહી આવવું જેને નસકોરી ફૂટવું એવું પણ કહેવામાં આવે છે. જે આપણા બધાને ક્યારેક તો થતું જ હશે. પરંતુ નાના છોકરાઓ અને વધારે ઉંમરના લોકને વારંવાર નાકમાંથી લોહી આવતું હોય છે ઉનાળામાં જ્યારે ખૂબ જ ગરમી હોય છે ત્યારે આ સમસ્યા વધારે થઈ જતી હોય છે.

Image Source

આપણા નાકમાં અંદરની ચામડી ખૂબ જ પાતળી હોય છે અને ઘણી લોહીની નસો ખુબ જ સંવેદનશીલ હોય છે જ્યારે તે ફટે છે ત્યારે નાકમાંથી લોહી નીકળવાનું ચાલુ થઈ જતું હોય છે.

ઉનાળામાં તે વધારે થવાનું કારણ એ છે કે નાકમાં રહેલી રક્ત કોશિકાઓ ફેલાય જાય છે. જેનાથી નસકોરી ફૂટવાની સંભાવના વધી જાય છે. જેના કેટલાક કારણો નીચે જણાવેલા છે.

કારણો –

 • લુ કે પછી ગરમ હવાના સંપર્કમાં આવવું.
 • વધારે છિકો આવવી.
 • નાક પર કે મોઢા પર વાગવાથી.
 • લોહી પાતળું કરવાની દવાનું સેવન કરવાથી.
 • ક્યારેક વધારે ઝડપથી દોડવાથી નાકમાંથી લોહી નીકળવા લાગે છે.
 • શ્વાસતંત્રના ઉપર ભાગમાં ઇન્ફેક્શન થવાથી પણ નાકમાંથી લોહી નીકળવા લાગે છે.
 • નાકમાંથી લોહી નીકળવું ખુબ જ સામાન્ય છે. કેટલાક સરળ અને રામબાણ નુસખા નીચે જણાવેલા છે જેના ઉપયોગથી થોડી જ વારમાં લોહી નીકળવાનું બંધ થઈ જશે.
Image Source

મુખ્ય ઉપાયો –

 • બરફના ટુકડાને રૂમાલમાં બાંધીને ૫ – ૭ મિનિટ નાક પર મૂકવું.
 • ઠંડા પાણીમાં પગ બોરી રાખવાથી જડપથી લોહી આવતું બંધ થઈ જાય છે.
 • પાણીના નળ નીચે માથું રાખવાથી પણ તરત નાકમાંથી લોહી આવતું બંધ થઈ જાય છે.
 • તાજા લીંબુના ૩-૩ ટીપા વારાફરતી નાકમાં નાખવાથી માત્ર એક જ મિનિટમાં લોહી બંધ થઈ જાય છે.
 • હંમેશા માટે નાકમાંથી લોહી આવતું બંધ કરવા એક વાડકીમાં થોડી સૂકી દ્રાક્ષ રોજ રાત્રે પલાળીને સવારે ખાવાથી માત્ર ૧૦ થી ૧૫ જ દિવસમાં નસકોરી ફૂટવું બંધ થઈ જશે. આ રામબાણ નુસખાની કોયપણ આડઅસર નથી તેથી જરૂર મંદ લોકોને આ નુસખો જરૂર જણાવજો.

Author: Khyati Patel GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks