ઝહેરીલી પ્રેમિકા : BFને સાપથી ડંખ મરાવી મોતને ઘાટ ઉતાર્યો…સપેરા સાથે બાંધ્યા શરીર સંબંધ, ખૂબસુરત હસીનાએ ઉગલ્યા રાઝ

Ankit Chauhan Murder Case : ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર અંગત અદાવત તો કેટલીકવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ સહિત અનેક કારણો હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ઉત્તરાખંડના હલ્દવાનીમાં થયેલી હત્યાનો કિસ્સો ઘણો ચર્ચા જગાવી રહ્યો છે. આ મામલાની હકિકત સામે આવ્યા બાદ આખો દેશ ચોંકી ઉઠ્યો.

લગભદ હવે બધા જ અંકિત ચૌહાણ મર્ડર કેસ વિશે જાણે છે. આ કેસમાં રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ મામલો પોલીસ માટે એક મોટું રહસ્ય હતું, પરંતુ એક રિપોર્ટમાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો. કહેવાય છે કે અંકિત હલ્દવાનીનો રહેવાસી હતો. તેની પાસે હલ્દવાનીમાં ઓટો પાર્ટ્સનો શોરૂમ અને એક મોટી રેસ્ટોરન્ટ પણ હતી. અંકિતની હત્યા બાદ તપાસ શરૂ થઈ અને શંકા અંકિતની ગર્લફ્રેન્ડ ડોલી આર્યા ઉર્ફે માહી સુધી પહોંચી.

GFએ BFને સાપથી ડંખ મરાવી ઉતાર્યો મોતને ઘાટ
કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે પોલીસે અંકિતની કોલ ડિટેલ્સ કાઢી તો જાણવા મળ્યું કે તેણે હત્યા પહેલા માહી સાથે ઘણા સમય સુધી વાત કરી હતી. હલ્દવાનીમાં એક કારમાંથી એક મૃતદેહ મળી આવ્યો અને તેની ઓળખ અંકિત ચૌહાણ તરીકે થઈ. કારમાંથી જ્યારે મૃતદેહ મળી આવ્યો ત્યારે બધાને લાગ્યું કે એસીનો ગેસ લીક ​​થવાને કારણે યુવકનું મોત થયું હશે, પરંતુ બે દિવસ પછી જ્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો તો લોકો ચોંકી ગયા. અંકિતનું મોત ઝેરી સાપના ડસવાના કારણે થયું હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું. વાસ્તવમાં તે મોત નહીં પણ કાવતરું હતું. પોલીસે માહીની શોધખોળ શરૂ કરી પરંતુ તે શહેરમાંથી ભાગી ગઈ હતી. આ પછી પોલીસે માહીના કોલ રેકોર્ડ શોધવાનું શરૂ કર્યું.

પોલિસે કર્યો પર્દાફાશ
જેમાં તે લાંબા સમયથી અજાણ્યા નંબર પર વાત કરતી હોવાનું બહાર આવ્યું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બેનામી નંબર સપેરા રમેશ નાથનો હતો. જે બાદ પોલીસના મગજમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. તે પછી પોલીસે સપેરાને પકડી પાડ્યો અને તેણે પોલીસને જણાવ્યું કે આ આખું કાવતરું અંકિત ચૌહાણની ગર્લફ્રેન્ડ ડોલીએ ઘડ્યું હતું. બંને લાંબા સમયથી રિલેશનમાં હતા, પરંતુ ડોલીનું અફેર બીજા એક છોકરા સાથે ચાલવા લાગ્યું, જેનું નામ દીપ કાંડપાલ જણાવવામાં આવી રહ્યું છે. અંકિત ચૌહાણથી છૂટકારો મેળવવા માટે માહીએ સપેરા પાસે તેની હત્યા કરાવી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે અંકિત ચૌહાણની હત્યાનો પ્લાન ઘણા સમયથી ચાલી રહ્યો હતો.

અનેક લોકો સાથે શારીરિક સંબંધ હતા આરોપી GFના
આરોપી ડોલીએ હત્યા માટે મનાવવા માટે સપેરા સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. આ હત્યામાં માહીનો નવો પ્રેમી દીપ, ડોલીની નોકરાણી અને તેનો પતિ પણ સામેલ હોવાનું બહાર આવ્યું, જે બાદ પોલિસે ડોલી સાથે સાથે બધાની ધરપકડ કરી. માહી અને તેના બોયફ્રેન્ડ દીપની પોલીસે ત્યારે ધરપકડ કરી હતી જ્યારે તે બંને સરેન્ડર કરવા માટે હલ્દવાની આવી રહ્યા હતા. પોલીસ પૂછપરછમાં મુખ્ય આરોપી માહીએ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા. માહીએ પોલીસને જણાવ્યું કે અંકિતની હત્યા કર્યા બાદ તેઓ પીલીભીતમાં નોકરાણીના ઘરે પહોંચ્યા હતા. જે પછી તે બરેલી ગયા અને પછી દિલ્હી ભાગી ગયા, જ્યાં તે ઘણી મોંઘી હોટલોમાં રોકાયા.

સપેરા સાથે પણ બાંધ્યા હતા શરીર સંબંધો
આ પછી, તે કોર્ટમાં સરેન્ડર કરવા માટે હલ્દવાની આવી રહ્યા હતા ત્યારે જ પોલીસે તેની રૂદ્રપુરમાં ધરપકડ કરી. માહીએ જણાવ્યું કે અંકિત તેની સાથે એક વાહનની ખરીદી અને વેચાણ દરમિયાન મળ્યો હતો. જે બાદ તેમની નિકટતા વધી અને તેમની વચ્ચે સંબંધો બંધાયા. માહીના ઘણા પ્રભાવશાળી લોકો સાથે શારીરિક સંબંધો હતા. આ કામ તેનો વ્યવસાય બની ગયો હતો.માહીએ પોલીસને જણાવ્યું કે અંકિતની તેના જીવનમાં વધતી જતી દખલ અસહ્ય બની ગઈ અને તેણે લોકો સાથે વાતચીત કરવા અને મળવા પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કર્યું. જેના કારણે તે તેના ગ્રાહકોને મળી શકતી ન હતી અને તેની કમાણી પર અસર પડી રહી હતી.

અંકિતને બિયર પીવા બોલાવી નશાની ગોળીઓ ભેળવી બેભાન કરી દીધો
અંકિત અવારનવાર તેના ઘરે આવતો અને દારૂ પીને મારપીટ કરતો. તે જ સમયે, માહીના દીપ સાથે ઘણા વર્ષોથી સંબંધો હતા. કાલસર્પ દોષના કારણે માહી સપેરા રમેશ નાથને મળી અને રમેશ પણ માહીના ઘરે આવતો અને માહીએ તેની સાથે પણ શારીરિક સંબંધો બાંધ્યા હતા. માહીએ કહ્યું કે તેને ખબર પડી ગઈ હતી કે અંકિત તેની સાથે લગ્ન નહીં કરે, તે ફક્ત તેનો ઉપયોગ કરી રહ્યો છે. જે બાદ અંકિતના વધી રહેલા અત્યાચારને ખતમ કરવા માટે તેને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો. કાવતરા મુજબ ઘટનાના દિવસે માહીએ અંકિતને તેના ઘરે બિયર પીવા બોલાવ્યો અને બીયરમાં નશાની ગોળીઓ ભેળવી દીધી.

લાશને છુપાવવા કર્યા પ્રયાસ
તે જ્યારે બેભાન થઈ ગયો ત્યારે માહી, દીપ, નોકરાણી અને તેના પતિએ અંકિતને બ્લેન્કેટ નાખીને પકડી લીધો અને ત્યારબાદ સાપે તેને ડંખ માર્યો. આ પછી અંકિત સતત પીડાતો રહ્યો. માહી કોઈ જોખમ લેવા માંગતી ન હતી, એટલે થોડા સમય પછી તેણે અંકિતના બીજા પગ પર પણ સાપ ડસાવડાવ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું. આ પછી નોકરાણીના પતિ રામ અવતાર અને દીપ અંકિતની કાર લઈને મૃતદેહને છુપાવવા માટે જગ્યા શોધવા ગયા. તેઓ અંકિતના મૃતદેહને ભુજિયાઘાટ તરફ લઈ ગયા અને ત્યાં મોકો ન મળતાં તે પાછા ફર્યા અને તીનપાની બાયપાસ પાસે કાર મૂકી દીધી.

પોલિસને ગેરમાર્ગે દોરી
અંકિતનો મૃતદેહ પાછળની સીટ પર હતો અને પોલીસને ગેરમાર્ગે દોરવા તેણે કાર સ્ટાર્ટ કરી અને એસી ચાલુ કરી દીધું, જેનાથી એવું લાગે કે ACના ગેસમાં લીકેજને કારણે ગૂંગળામણથી તેનું મોત થયુ છે. હત્યાના કેસનો ખુલાસો કરતા કુમાઉના આઈજીએ પોલીસ ટીમને ઈનામની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે માહીની નોકરાણી અને તેનો પતિ હજુ પણ ફરાર છે. પોલીસે તેમને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવશે. ડોલી ઉર્ફે માહિ એક સારી ખેલાડી તરીકે જાણીતી હતી. વર્ષ 2007માં તેણે રાજ્ય કક્ષાની રિલે રેસમાં મેડલ જીત્યો હતો. 100 મીટર અને 200 મીટરની સારી ખેલાડી બન્યા બાદ તે અપરાધની ખેલાડી બની ગઇ.

Shah Jina