
ઉત્તરાખંડમાં નૈના દેવીનું મંદિર આવેલું છે. આ શિવાલિક પર્વતમાળાના પહાડો પર આવેલું એક ભવ્ય મંદિર છે. આ મંદિર દેવીના 51 શક્તિપીઠોમાં સામેલ છે, જેથી આ મંદિર ભક્તજનોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. આ હિન્દુઓના પવિત્ર સ્થાનોમાંનું એક છે. એમતો અહીં દેવીના દર્શન માટે લોકો સમય મળે ત્યારે આવે છે, પરંતુ નવરાત્રી પર દેશભરના દુર્ગા મંદિરોમાં જવાનું ઘણું મહત્વ છે, એમ આ મંદિરનું પણ મહત્વ વધી જાય છે.

આ મંદિર 1880ના ભૂસ્ખલન દરમ્યાન નષ્ટ થઇ ગયું હતું, જેને ફરીથી બનાવવામાં આવ્યું છે. માન્યતા છે કે અહીં સતી માતાના નેત્રો પડયા હતા. એટલે જ લોકોની આસ્થા છે કે અહીં આવનારા દરેક ભક્તોની આંખોની બીમારીઓ દૂર થઇ જાય છે. અહીં બે આંખોની આકૃતિ અંકિત છે, જે નૈના દેવીને દર્શાવે છે. પ્રચલિત માનતાઓ અનુસાર, માતાની આંખોથી જે આંસુઓ પડયા તેને તળાવનું રૂપ ધારણ કર્યું અને એટલે જ આ જગ્યાનું નામ નૈનિતાલ પડ્યું છે.

આ મંદિરમાં પરિસરમાં એક મોટું પીપળનું વૃક્ષ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે, જે અનેક સદીઓ જૂનું છે. આ મંદિરના મુખ્ય દ્વારા પર હનુમાનજી અને ગણેશજીની મૂર્તિઓ છે. મુખ્યદ્વાર પછી તમને બે સિંહોની પ્રતિમાઓ જોવા મળશે, સિંહને માતાનું વાહન માનવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં નૈનાદેવીની સાથે જ કાળીમાતાની મૂર્તિ પણ જોવા મળે છે. મંદિરથી થોડે જ દૂર તળાવ પણ છે. આ મંદિરની સામે જ એક ગુફા છે જેને નૈનાદેવીની ગુફાના નામથી ઓળખાય છે. હવે મંદિર સુધી જવા માટે રોપવેની વ્યવસ્થા પણ છે. પહેલા મંદિર સુધી પહોંચવા માટે 1.5 કિમીની પદયાત્રા કરવી પડતી હતી.

મંદિરમાં નંદા આઠમના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. જે 8 દિવસ સુધી ચાલે છે. આ મંદિર નૈનિતાલ બસસ્ટેન્ડથી 2 કિમી જ દૂર છે. મંદિર સિવાય અહીં મલ્લીતાલ અને તલ્લીતાલ પ્રવાસીઓને આકર્ષે છે. આસપાસ ઘણી ફરવા લાયક જગ્યાઓ છે જેમ કે રાજભવન, ભીમતાલ, મુક્તેશ્વર, રામગઢ, રાનીખેત વગેરે…

આ સ્થળ સુધી જવા માટે બસો મળી રહે છે અને હાઇવે હોવાના કારણે તમે પોતાના વાહન લઈને પણ જઈ શકો છો. જો ટ્રેનમાં જવું હોય તો નજીકનું રેલવે સ્ટેશન કાઠગોદામ છે. આ મંદિર ખૂબ જ સુંદર જગ્યા પર આવેલું છે. અહીં માલરોડ શોપિંગ માટી સારી જગ્યા છે, જ્યા તમને ગરમ કપડા અને બીજી સજાવટની વસ્તુઓ પણ મળી રહેશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks