જાણવા જેવું

નેઈલ પોલિશ માત્ર નખ પર લગાડવા માટે જ નથી બની, 8 ઉપયોગ જાણીને ઝૂમી ઉઠશો, જીવન સહેલું કરી દેશે

દુનિયામાં બે પ્રકારની છોકરીઓ હોય છે એક તો તે કે જેઓને પોતાના નખ પર નેઇલપોલિશ લગાડવું બિલકુલ પણ પસંદ નથી હોતું અને બીજી તે કે જેઓ નેઇલપોલીશનની સાથે ઘણા પ્રકરાના પ્રયોગો કરતી રહે છે. એવામાં તમને જણાવી દઈએ કે નેઇલપોલિશ નખ પર લગાડાની સાથે સાથે તેને ઘણા કારણોમાં પણ ઉપીયોગમાં લઇ શકાય છે,જેનાથી જીવનની ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. આવો તો તમને જણાવીએ નેઇલપોલિશના ઉપીયોગ વિશે.

Image Source

1. જો સોયમાં દોરો પરોવવો તમારા માટે અઘરું કામ છે તો આ ઉપાયથી તમે તેને સરળ બનાવી શકો છો. દોરાના આગળના ભાગમાં નેઇલ પોલિશ લગાવી દો અને પછી સોયમાં દોરો દાખલ કરો, તમારી આ સમસ્યા દૂર થઇ ગઈ હશે.

Image Source

2. સસ્તી વીંટી કે બ્રેસલેટ પહેરતી વખતે મોટાભાગે હાથમાં લીલાશ આવી જતી હોય છે. આ સમસ્યાથી બચવા માટે રિંગ કે બ્રેસલેટ પર અંદરના ભાગમાં નેઈલ પોલીશ લગાવી દો, તમારી આ સમસ્યાનો ઉકેલ આવી જશે.

Image Source

3. કાગળ કે કવરને ચોંટાડવા માટે જો કઈ નથી મળી રહ્યું તો, તમે નેઈલપોલિશનો ઉપીયોગ કરીને કાગળને ચોંટાડી શકો છો.

Image Source

4. નટ-બોલ કે સ્ક્રુને ટાઈટ કરવા માટે તેના પર નેઈલપોલિશ લગાવી શકાય છે. આવું કરવાથી સ્ક્રુ નીકળશે નહીં.

Image Source

5. કઈ ચાવી ક્યાં તાળાની છે તે મૂંઝવણમાંથી બચવા માટે ચાવી પર નેઈલપોલિશ લગાવી શકાય છે.

Image Source

6. હેંગરમાંથી કપડા નીચે ન પડી જાય તે માટે હેન્ગર પર નેઇલ પોલિશ લગાવી શકાય છે, જેનાથી આ સમસ્યાદૂર થઇ જશે.

Image Source

7. શર્ટનું બટન જો વારંવાર તૂટીને પડી જાય છે તો, બટનના દોરા પર નેઇલપોલિશ લગાવી દો, આ સમસ્યાનો ઉકેલ આવી જશે.

Image Source

8. પેપર લેબલ કે માચીસની દિવાસળીને વોટરપ્રુફ બનાવવા માટે તેના પર નેઇલ પોલિશ લગાવી શકાય છે, જેનાથી તે વોટરપ્રુફ બની જશે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.