નાગપુરની આ ફેમસ ડીસને જોઈને આવી જશે મોઢામાં પાણી, આ કાકાએ બનાવી દિલથી એવી વાનગી કે લોકો પણ આંગળા ચાટતા રહી ગયા, જુઓ વીડિયો

ખાણીપીણીના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં રોજ વાયરલ  થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ખાણીપીણીની વાનગી જોવા મળતી હોય છે જેને જોઈને મોઢામાં પણ પાણી આવી જાય. તો ઘણા લોકો ખુબ જ મહેનત અને દિલથી એવી વાનગી બનાવતા હોય છે કે ખાનારા પણ આંગળા ચાટતા રહી જાય. હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કાકા નાગપુરની એક ફેમસ ડીસ બનાવતા જોઈ શકાય છે, જેને લોકોના મોઢામાં પણ પાણી લાવી દીધું.

ભારતીયો જેટલા ચટોરા છે તેટલા વધુ પ્રયોગો કરતા રહે છે. ઘણા લોકો એક જ વાનગીને અલગ અલગ રીતે અજમાવતા રહે છે. જો તમે પણ આવા લોકોમાં છો તો આ રેસિપી એકવાર જરૂર ટ્રાય કરો. નાગપુરનો હલવો પરાઠા જેટલા ફેમસ છે તેટલા જ તેને બનાવવાની રીત પણ વાયરલ થઈ રહી છે.

આ વિડીયોમાં એક માણસ એક મોટી આટનીની સામે બેઠો જોઈ શકાય છે. તે આ આટની પર એક મોટો લોટનો લુવો ફેરવે છે અને તેને રોટલીની જેમ ખુબ જ મોટી બનાવે છે અને તેમાં નાના કાણા  બનાવવાનું શરૂ કરે છે. જેના બાદ તેને તેલ ભરેલી કડાઈમાં મૂકીને તળવા લાગે છે અને ઝડપથી વાનગી તૈયાર થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

વ્યક્તિ સામેની વ્યક્તિની સામે મોટો પરાઠા મૂકે છે. તે તેમાંથી એક નાનો ભાગ કાપીને પ્લેટમાં રાખે છે. તેની સામે એક મોટા વાસણમાં ખૂબ જ સુંદર દેખાતો હલવો પણ રાખવામાં આવ્યો છે. આ વાનગી જોઈને તમારા મોઢામાં પણ પાણી આવી જશે. આ હલવો પરાઠા સાથે પીરસવામાં આવે છે અને નાના બાળકને ખાવા માટે આપવામાં આવે છે. આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને કોમેન્ટ કરવા માટે મજબુર બની ગયા છે.

Niraj Patel