‘I am SORRY જાન, હું નહીં મરું તો તારી ઘણી બેઈજ્જતી થશે… ‘ 17 વર્ષના છોકરાએ ગર્લફ્રેન્ડની બહેનને લીધે આત્મહત્યા કરી લીધી

આવી ક્રૂર છોકરીઓ હોય? ગર્લફ્રેન્ડની બહેનને લીધે 17 વર્ષના પ્રેમીએ કરી આત્મહત્યા, કારણ સાંભળીને મગજ ટલ્લે ચડી જશે

ગુજરાત સહિત દેશભરમાં આપઘાતના અવાર નવાર ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાંથી ઘણા ખૂબ જ ચોંકાવનારા અને રૂવાંડા ઊભા થઇ જાય તેવા હોય છે. ઘણા આપઘાતના કિસ્સાઓમાં પ્રેમ સંબંંધ મૂખ્યત્વે કારણભૂત હોય છે. ત્યારે હાલમાં જ 17 વર્ષના છોકરાના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ છોકરાએ સાતેક દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. સગીરે સોશિયલ મીડિયા પર બે પોસ્ટ અને એક ઓડિયો શેર કર્યો હતો. જેમાં તેણે પ્રેમિકાની મોટી બહેન પર બ્લેકમેઇલ કરવાનો આરોપ લગાવ્યો છે. ગર્લફ્રેન્ડ માટે લખ્યું- આઇ એમ સોરી જાન. હું આ પગલું ભરવા જઈ રહ્યો છું. જો હું નહીં મરીશ, તો તારુ ઘણું અપમાન થશે.

મૃતકના પિતાએ શુક્રવારે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ આપ્યો અને જણાવ્યું કે તેમનો 17 વર્ષનો દીકરો 4 એપ્રિલે મોર્નિંગ વોક માટે કહીને ઘરેથી નીકળી ગયો હતો. તેણે સંપર્ક ક્રાંતિ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હતી. પહેલા તો તેનું કારણ બહાર આવ્યું ન હતું, પરંતુ એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર તેની બે પોસ્ટ અને એક ઓડિયો સામે આવ્યો છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક ધોરણ 9માં ભણતો હતો. તેને તેની જ જ્ઞાતિની એક છોકરી સાથે અફેર હતું. છોકરાની પોસ્ટ અને ઓડિયો પરથી ખબર પડી કે તેની ગર્લફ્રેન્ડની મોટી બહેન આ સંબંધ માટે સંમત ન હતી અને તેને વારંવાર ટોણા મારતી હતી.

જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની પ્રથમ પોસ્ટમાં લખેલુ હતુ કે, હું તને પ્રેમ કરું છું જાન. જેઓ ખૂબ નસીબદાર હોય તેઓ જ પ્રેમ ખાતર કંઇ કરી શકે… હું તને ખૂબ પ્રેમ કરું છું, બસ હું તારી સાથે છેલ્લી વખત વાત ન કરી શક્યો એનું દુઃખ મારી સાથે લઈ જાઉં છું. પણ, મને માફ કરજે. જો હું આ નહિ કરું તો તારું જીવન અને નામ બગડી જશે. ખુશ રહે, સારી રીતે અને આનંદથી જીવ. તારો સૌથી મોટો તણાવ દૂર થઈ ગયો. તને મળ્યો ત્યારે પણ મેં એ જ કહ્યું હતું અને આજે પણ કહું છું કે તું મારી છે બસ ખુશ રહેજે. તેણે સાથે જીવવાની અને મરવાની પ્રતિજ્ઞા લીધી હતી. હું જઇ રહ્યો છું કારણ કે હું મજબૂર છું.

હું તારું જીવન બગાડી શકતો નથી. મૃતકની બીજી પોસ્ટમાં લખવામાં આવ્યુ હતુ કે, હું આત્મહત્યા કરી રહ્યો છું. (તેમાં ગર્લફ્રેન્ડની બહેનના નામનો પણ ઉલ્લેખ છે). તે મને બ્લેકમેલ કરે છે. હું અને તે એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. તે મારું જીવન છે અને હું તેને હંમેશા પ્રેમ કરતો આવ્યો છું અને હંમેશા કરીશ. આઇ એમ સોરી જાન. હું આ પગલું ભરવા જઈ રહ્યો છું. જો હું નહીં મરીશ, તો તારી ખૂબ ઇજ્જત જશે. મને માફ કરજે. હું બધા સાથે હાથ મિલાવું છું, પ્રેમને ટેકો આપું છું. જાતિ ન જુઓ, તમારા બાળકોની ખુશી જુઓ.

આત્મહત્યા પહેલા ત્રણ મિનિટનો ઓડિયો પણ શેર કરવામાં આવ્યો છે. તેમાં કહ્યું- હું જે પણ કહું છું, તે હું મારી સંપૂર્ણ ભાવનાથી કહું છું. હું આત્મહત્યા કરી રહ્યો છું. તેનું કારણ એક છોકરીનું માન છે. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમે બંને એક જ જ્ઞાતિના છીએ. પરિવારના સભ્યો સહમત નથી. તેની એક મોટી બહેન મને ખૂબ બ્લેકમેલ કરે છે. તે કહે છે તે હું સાંભળી શકતો નથી. એટલી શક્તિ પણ નથી. મારો પ્રેમ બહુ સાદો છે. હું કહીશ કે હિંમત રાખો અને પ્રેમને ટેકો આપો. બધા પાપ મારા છે. છોકરીનો વાંક નથી. હું તેને જીવનભર પ્રેમ કરતો રહીશ. હવે કોઈ રસ્તો બચ્યો નથી. માફ કરશો….માફ કરજે હું તને ખૂબ પ્રેમ કરું છું.

Shah Jina