4 વાર પરણિત પુરુષના પ્રેમમાં પડી આ અભિનેત્રી, એકની પત્નીએ તો માની લીધી હતી સોતન તો પણ 47 વર્ષની ઉંમરે છે કુંવારી

નગમાના પિતા ગુજરાતમાં રહ્યા, આ 4 પરિણીત પુરૂષ સાથે હતા અફેરની ચર્ચા…47 વર્ષની ઉંમરે કુંવારી

બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે 40 વટાવી ચૂકી છે પરંતુ તેમને હજુ સુધી તેમનો દુલ્હો મળ્યો નથી. આવી જ એક અભિનેત્રી છે નગમા. નગમાનું અફેર ઘણા ફેમસ સ્ટાર્સ સાથે રહ્યુ પરંતુ તેની લવ સ્ટોરી લગ્ન સુધી પૂરી થઈ શકી નહિ. નગમા ચાર વખત પ્રેમમાં પડી હતી અને તે પણ એક પરિણીત પુરુષ સાથે… પોતાની એક્ટિંગના જોરે ભોજપુરી અને બોલિવૂડ પર રાજ કરનાર નગ્માને આજે ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખની જરૂર નથી. તેણે હિન્દી સિનેમામાં તેની કારકિર્દીની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ ‘બાગી’થી કરી હતી. આજે તેઓ રાજકારણી પણ છે.

તેમની ફિલ્મો અને કરિયર હંમેશાની જેમ લોકપ્રિય રહ્યા છે. તેમનું અંગત જીવન પણ હેડલાઇન્સમાં રહ્યું. તેનું નામ એક નહીં પરંતુ 3 અભિનેતાઓ અને એક ક્રિકેટર સાથે જોડાયુ હતુ. આ હોવા છતાં, તે સાચો પ્રેમ શોધી શકી નહીં. નગ્માનો જન્મ 1974માં એક મુસ્લિમ અને હિંદુ પરિવારમાં થયો હતો. તેની માતા મુસ્લિમ અને પિતા હિંદુ હતા. તેમના પિતા જેસલમેરના રાજવી પરિવારના હતા. બાદમાં તેઓ ગુજરાત અને પછી મુંબઈ શિફ્ટ થયા. અભિનેત્રીએ માત્ર હિન્દી જ નહીં પરંતુ ભોજપુરી અને સાઉથ સિનેમામાં પણ કામ કર્યું હતું. હવે જો નગ્માના અંગત જીવન પર નજર કરીએ તો તે ખૂબ જ વિવાદાસ્પદ રહ્યુ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે સીરિયસ રિલેશનશિપમાં હતી. આ વાત વર્ષ 2001ની છે. પરંતુ તેણે તેને ગુપ્ત રાખ્યું. તેમના વિશે એવા અહેવાલ હતા કે બંનેએ આંધ્રપ્રદેશના એક મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા. જોકે, બાદમાં બંનેએ આ વાતને પણ નકારી કાઢી હતી. જ્યારે કોઈપણ મેચમાં ભારતનું પ્રદર્શન ખરાબ રહેતું હતું ત્યારે તેના માટે નગમાને જવાબદાર ઠેરવવામાં આવતી હતી. જો કે, એવું કહેવાય છે કે પાછળથી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું અને અભિનેત્રી તેના જીવનમાં આગળ વધી ગઈ હતી.

સૌરવ ગાંગુલી સાથે બ્રેકઅપ થયા બાદ નગમાનું નામ સાઉથ એક્ટર શરથ કુમાર સાથે જોડાયું હતું. શરથ કુમાર સાંસદ અને અભિનેતા બંને છે. તે પણ પહેલાથી પરિણીત હતા. બંને એકબીજા સાથે રિલેશનશિપમાં હતા પરંતુ તેમના સંબંધો સકારાત્મક વળાંક સુધી પહોંચ્યા ન હતા. જેમ જેમ શરથની પત્નીને તેમના અફેરની જાણ થઈ, આ પછી અભિનેત્રીએ અભિનેતા સાથેના સંબંધો તોડવાનો નિર્ણય કર્યો અને નગમાની સાઉથ કારકિર્દીનો અંત આવી ગયો. સાઉથની ફિલ્મોને અલવિદા કર્યા બાદ નગ્મા ભોજપુરી તરફ વળી.

અહીં તેણે સુપરસ્ટાર રવિ કિશન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને લોકોએ તેમની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરી. ત્યારબાદ મીડિયામાં તેમના પ્રેમની ચર્ચાઓ પણ થવા લાગી. અભિનેતાએ એક ઇન્ટરવ્યુમાં તેના અને નગમાના સંબંધો વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘ઘરના દરેકને તેના અને નગમાના સંબંધો વિશે ખબર હતી. તેમની પત્ની પ્રીતિએ નગ્માને તેમના જીવનનો સર્વશ્રેષ્ઠ ભાગ તરીકે સ્વીકાર્યો હતો. તે તેની પત્ની સાથે જૂઠું બોલતા ન હતા. રવિ કિશન સાથે બ્રેકઅપ થયા બાદ નગમાનું નામ એક્ટર મનોજ તિવારી સાથે જોડાયું હતું. તે સમયે મનોજ અને રવિ કિશન વચ્ચે ઈન્ડસ્ટ્રીમાં મોટી સ્પર્ધા હતી. જો કે, મનોજ અને નગ્મા બંનેએ તેમના લિંકઅપના સમાચારને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા.

આ વિશે અભિનેત્રીએ એકવાર કહ્યું હતું કે ‘જો અમે બંને સાથે કામ કરી રહ્યા છીએ તો તેનો અર્થ એ નથી કે અમારી વચ્ચે કંઈ ચાલી રહ્યું છે. મનોજ તિવારી અને રવિ કિશન બંને પરિણીત છે. નગમાએ વર્ષ 1990માં ફિલ્મ બાગીઃ અ રિબેલ લવ સ્ટોરીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતુ, જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી. તે વર્ષ 1990ની 7મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નગ્માની નેટવર્થ 1 કરોડથી વધુ છે. આજે તે શાહી જીવન જીવી રહી છે.

ફિલ્મો સિવાય નગમાએ જાહેરાતોમાંથી પણ સારી એવી કમાણી કરી હતી જે કરોડોમાં છે. આ સિવાય તેની પાસે ઘણી મોંઘી બ્રાન્ડના પર્સ, કપડાં અને શૂઝ, સેન્ડલ પણ છે. નગ્મા પાસે ઘણી લક્ઝરી કાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની પાસે BMW, Audi અને Fortuner જેવી ઘણી લક્ઝરી કાર છે, જેની કિંમત કરોડોમાં છે. નગ્મા પાસે ઘણા આલીશાન ઘરો છે, જે મુંબઈ સિવાય અન્ય ઘણી જગ્યાએ આવેલા છે. નગમા રાજકારણમાં પણ સક્રિય છે. વર્ષ 2014માં, તેણે યુપીના મેરઠથી લોકસભાની ચૂંટણી લડી હતી પરંતુ જીત નોંધાવી શકી ન હતી.

નગમાની મિત્ર દિવ્યા ભારતીના કહેવા પર નગ્માએ તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને આ માટે તે દક્ષિણ ભારત જતી રહી. અહીં પણ તેણે અનેક માઈલસ્ટોન હાંસલ કર્યા. તેમના ચાહકોએ તેમને તમિલનાડુમાં એક મંદિર પણ સમર્પિત કર્યું હતું. આ પછી નગમાએ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી બધાને દિવાના બનાવી દીધા. 2005 માં, તેણે ભોજપુરી ફિલ્મ દુલ્હા મિલાલ દિલદારમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો. નગમાએ બોલિવૂડ, સાઉથ અને ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નામની સાથે સાથે ખૂબ પૈસા પણ કમાવ્યા હતા.

ફિલ્મોમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે રાજકારણમાં હાથ અજમાવ્યો. તેણે વર્ષ 2004માં તેની રાજકીય સફર શરૂ કરી હતી અને તે જ વર્ષે તે આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ પક્ષની અગ્રણી સ્ટાર પ્રચારક હતી. 2015માં તેમને અખિલ ભારતીય મહિલા કોંગ્રેસની મહાસચિવ પણ બનાવવામાં આવી હતી. ભલે તેણે ફિલ્મોમાંથી સંન્યાસ લઈ લીધો, પરંતુ આજે પણ લોકો તેની ફિલ્મોને ખૂબ પસંદ કરે છે.

Shah Jina