નાગિનની આંખોમાં શું છપાઇ ગઇ કાતિલની તસવીર ? નાગની મોત બાદ વારંવાર ડસી રહી છે…દહેશતમાં યુવક
કાતિલની તસવીરનો નાગિને આંખોમાં કર્યો સેવ, અત્યાર સુધી 4 વખત માર્યો ડંખ- દહેશતમાં યુવક
તમે ફિલ્મોમાં નાગ-નાગિનના બદલાની કહાની તો જોઈ અથવા કોઇના મોઢે સાંભળી હશે. પરંતુ આવી જ એક સત્ય ઘટના ઉત્તર પ્રદેશના હરદોઈથી સામે આવી છે. અહીં એક યુવકે નાગ-નાગિનના જોડા પર લાકડી વડે હુમલો કર્યો હતો, નાગિન તો ભાગી ગઇ પણ નાગ મરી ગયો. ત્યારથી લાકડી વડે હુમલો કરનાર યુવકને એક સાપ વારંવાર કરડી રહ્યો છે, જેના કારણે યુવક અને તેનો પરિવાર ગભરાટમાં છે.
સાપના ડરથી યુવક તેના સગાના ઘરે પણ ગયો હતો. પરંતુ જ્યારે તે પાછો આવ્યો ત્યારે સાપે તેને ફરીથી ડંખ માર્યો. સવાયજપુર કોતવાલીના દેવપુર ગામમાં રહેતા આનંદ લાલના 18 વર્ષના પુત્ર ચંદ્રશેખરને એક નાગિને ચાર વખત ડંખ માર્યો. ચંદ્રશેખરે કહ્યું કે થોડા દિવસ પહેલા તેણે ખેતરમાં નાગ-નાગિનની જોડીને લાકડીથી માર માર્યો હતો, જેના કારણે નાગ મરી ગયો અને નાગિન ઝાડીઓમાં છુપાઈ ગઇ. આ પછી તે આ ઘટનાને ભૂલી ગયો.
જો કે કદાચ નાગિન આ બધું ભૂલી નહોતી શકી. 29 ઓગસ્ટના રોજ જ્યારે તે ખેતરમાં જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક નાગિને તેને ડંખ માર્યો. આ પછી તેણે મેડિકલ કોલેજમાં પોતાની સારવાર કરાવી અને સ્વસ્થ થઈ ગયો. ત્યારબાદ ફરીથી 15 ઓક્ટોબરે ઘરે સૂતી વખતે તેને સાપ કરડ્યો, જેના કારણે તેની હાલત ગંભીર જણાતા ડોક્ટરોએ તેને લખનઉ રેફર કર્યો હતો, જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી. સ્વસ્થ થયા પછી તેણે તેના પરિવારના સભ્યોને સાપના મૃત્યુની જાણ કરી.
પરિવારે તેને તેના સંબંધીઓ પાસે મોકલ્યો, જ્યાં તે લગભગ એક મહિના રોકાયા પછી પાછો ફર્યો. આ પછી 21 નવેમ્બરના રોજ તેને ત્રીજી વખત સાપે ડંખ માર્યો. આ વખતે પણ સમયસર સારવાર મળવાના કારણે તે બચી ગયો. જો કે પરિવારના સભ્યોએ તેની સુરક્ષા શરૂ કરી અને તેને મચ્છરદાનીની અંદર સૂવડાવવાનું શરૂ કર્યું, પરંતુ તેમ છતાં 3 ડિસેમ્બરના રોજ તે ઘરમાં મચ્છરદાનીની અંદર સૂતો હતો ત્યારે ચોથી વખત સાપે તેને આંગળી પર ડંખ માર્યો. વારંવાર સાપના હુમલાના કારણે યુવક અને તેના પરિવાર સહિત ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.