ખબર નારી વિશે

આને કહેવાય દરિયાદિલી, આ હીરોએ પી.વી સિંધુને ગિફ્ટ કરી 73 લાખની આ BMW કાર- જુઓ PHOTOS

એકટર નાગાર્જુન સાઉથની ફિલ્મોની સાથે બોલીવુડમાં પણ મશહૂર છે. હાલમાં જ નાગાર્જુન એક ખાસ કારણે લીધે ચર્ચામાં આવ્યો છે. નાગાર્જુને બેડમિન્ટન ખેલાડી પી.વી સિંધુને એવી મોંઘી કાર ગિફ્ટ કરી છે કે સાંભળીને વિશ્વાસ પણ નહીં આવે.

 

View this post on Instagram

 

Sweat it to get it – whatever it is. #SweatMore #SweatForGold @GatoradeIndia

A post shared by sindhu pv (@pvsindhu1) on

નાગાર્જુને બેડમિન્ટન ખેલાડી પી.વી સિંધુને 73 લાખની કિંમતની બ્રાન્ડ ન્યુ બીએમડબ્લ્યુ એકસ-5 એસયુવી (BMW X5 SUV) કાર ગિફ્ટ કરી છે.


પી.વી સિંધુ બીડબ્લ્યુએફ વર્લ્ડ ચેમ્પિયનશિપ (BWF World Championship)માં ગોલ્ડમેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા બેડમિંન્ટન ખેલાડી છે. આ જીત માટે નાગાર્જુને પી.વી સિંધુને આ કાર ગિફ્ટ કરી છે. આ કાર્યક્રમ હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

આ ખાસ મૌકા પર પી.વી સિંધુના કોચ પુલેલા ગોપીચંદ પણ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે, આ પહેલા પણ પી.વી સિંધુએ ઓલમ્પિકમાં સિલવે મેડલ જીત્યું હતું. ત્યારે આ જીતને વધાવવા સચિન તેંડુલકરે આ કંપનીની કાર ગિફ્ટ કરી હતી.

પીવી જીતને વધાવતા નાગાર્જુને કહ્યું હતું કે, આ લોકોનું સન્માન કરવાયુ એ આપણા ખુદનું સન્માન કરવા બરાબર છે. નાગાર્જુને વધુમાં કહ્યું હતું કે, હું પી.વી સિંધુના કોચ ગોપી પુલેલાચંદને અભિનંદન આપવા માંગુ છું કે જેના કારણે આવા ખેલાડીઓ આપણા દેશનું ગૌરવ વધારે છે. સાથે જ સિંધુના માતા-પિતા પીવી રમના અને પી વિજયને પણ દેશને આવા બહેતર ખેલાડી આપવા માટે અભિનંદન આપું છું.

આ મૌકા પર પી.વી.સિંધુએ કહ્યું હતું કે. એવરગ્રીન સુપરસ્ટાર નાગાર્જુન સર અને ગોપી અન્નાની ઉપસ્થિતિમાં ગિફ્ટ લેવી એ મારે સુખદ અનુભવ છે. આ ગિફ્ટનું મારા માટે ઘણું મહત્વ છે. તો સાથે જ કહ્યું હતું કે. ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ લાવવા માટે હું મારી બધી જ કોશિશ કરીશ. આ ઇવેન્ટને તેલંગાણા બેડમિન્ટન એસોશિએશનના પ્રમુખ વી.ચામુંડેશ્વરનાથે આયોજિત કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks