જાણો ભારતના એ મહાન રસાયણશાસ્ત્રી વિશે, જે કોઈ પણ ધાતુને સોનામાં બદલી દેતા હતા

કોઈ પણ ધાતુને સોનામાં કન્વર્ટ કરી દેતા- જુઓ છેલ્લે કેવી ભયાનક મોત મળી

ભારતમાં રસાયણ વિજ્ઞાન અને ધાતુ વિજ્ઞાનનો ઇતિહાસ લગભગ 3 હજાર વર્ષ જૂનો છે. પ્રાચીન ભારત રસાયણ વિજ્ઞાન અને ધાતુ વિજ્ઞાનમાં ઘણું આગળ હતું. તે વાતનો અંદાજો તેનાથી લગાવી શકાય છે કે 1600 વર્ષ પહેલા બનેલા દિલ્હીના મહરૌલીમાં સ્તિથ ‘લૌહ સ્તંભ’ આજ સુધી કાટ નથી લાગ્યો.

પ્રાચીન કાળમાં નાગાર્જુન ભારતના મુખ્ય ધાતુકર્મી તેમજ રસાયણશાસ્ત્રી હતા. તેમણે ખાલી 11 વર્ષની ઉંમરથી જ શાસ્ત્રના ક્ષેત્રમાં શોધ કરવાનું શરુ કરી દીધું હતું. નાગાર્જુન વિશે કહેવામાં આવે છે કે  કોઈ પણ ધાતુ ને સોનામાં બદલી દેતા હતા.

11મી સદીમાં ‘અલ બિરુની’માં કિવિદંતિયા  કહે છે કે, ‘નાગાર્જુનનો જન્મ ગુજરાતની પાસે દહાક ગામમાં 100 વર્ષ પહેલા એટલે કે 10મી સદીની શરૂઆતમાં થયો હતો. ચીની અને તિબેટી સાહિત્ય કહે છે કે નાગાર્જુનનો જન્મ વૈદેહ દેશ (વિદર્ભ)માં થયો હતો અને ત્યારબાદ  નજીકના  સાતવાહન વંશમાં જતા રહ્યા હતા.

પ્રાચીન ભારતના પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી નાગાર્જુને રસાયણશાસ્ત્ર અને ધાતુ વિજ્ઞાન પર ઘણી બધી શોધ ખોળ કરી હતી. તે દરમ્યાન તેમણે ઘણા પુસ્તકોની રચના પણ કરી હતી. તેમના ‘રસ રત્નાકર’ અને ‘રસેન્દ્ર મંગલ’ ખુબ જ પ્રસિદ્ધ પુસ્તકો છે. નાગાર્જુને તેમના પુસ્તક ‘રસ રત્નાકર’માં વિભિન્ન ધાતુઓને શુદ્ધ કરવાની વિધિઓ આપેલી છે. તેમજ તે પુસ્તકમાં અન્ય ધાતુઓથી સોનુ બનાવવાની વિધિઓ પણ આપેલી છે.

નાગાર્જુન શહેરના રાજા હતા. પરંતુ નાગાર્જુન શોધ કાર્યમાં જ વ્યસ્ત રહેતા હતા. નાગાર્જુને ‘અમૃત અને પારસ’ શોધવા માટે એક મોટી લેબ પણ બનાવી હતી. તે જ લેબમાં નાગાર્જુન તેમના વધારે પડતા પ્રયોગ કરતા હતા. તે દરમ્યાન નાગાર્જુને ઘણા પ્રયત્નો પછી  વિધિ શોધી નીકાળી જેમાં કોઈ પણ ધાતુને સોનામાં બદલી શકાય છે.

આના સિવાય નાગાર્જુને ઘણા અસાધ્ય રોગનો જડમાંથી બીમારી ભગાડવાની ઔષધિઓ પણ શોધી હતી. નાગાર્જુને તેમની પ્રયોગશાળામાં પારા ઉપર ઘણા પ્રયોગ કર્યા હતા. તેમને પરાને શુદ્ધ કરવાનું અને ઔષધિઓ પ્રયોગની વિધિઓ વિસ્તારમાં સમજાવી છે.

પ્રતિકાત્મક તસવીર

ત્યારબાદ નાગાર્જુને અમર થવા વાળી વસ્તુઓની શોધ કરવાનું શરુ કરી દીધું હતું. તેમના તે પ્રયાસમાં દિવસ રાત લાગેલા હોવાથી તેમના રાજ્યમાં અવ્યવસ્થા થવા લાગી હતી. જયારે તેમના છોકરાએ રાજ્ય પર ધ્યાન આપવાનું કહ્યું તો નાગાર્જુને કહ્યું કે હું અમર થવા વાળી દવા બનાવી રહ્યો છુ. આ વાત નાગાર્જુનના છોકરાએ તેમના મિત્રોને કહી દીધી હતી. તે દરમ્યાન કોઈકે કાવતરા હેઠળ નાગાર્જુનને મારી નાખ્યો હતો અને તેમની લેબ પણ તોડી નાખી હતી.

Patel Meet