સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્ય અને વહુ સામંથા અક્કિનેકી લઇ રહ્યા છે છૂટાછેડા ?

અરરર..વહુ સામંથાની આ ખરાબ આદતથી પરેશાન થઇ ગયા છે સસરા અને પતિ, તલાક લેવા માંગ્યા આટલા કરોડ રૂપિયા? બાપ રે

સામંથા અક્કિનેકી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મશહૂર અભિનેત્રીઓમાંની એક છે. સામંથાએ ટોલીવુડ સાથે સાથે બોલિવુડમાં પણ જબરદસ્ત છાપ છોડી છે. આ સાથે જ તે તેની પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહેતી હોય છે. સામંથા અક્કિનેકી અને સુપરસ્ટાર નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્યએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. બંને સાઉથ ઇન્ડસ્ટ્રીના ક્યુટ કપલમાંના એક છે. પરંતુ હાલમાં તે બંનેના લગ્નજીવનમાં કંઇ ઠીક ચાલી રહ્યુ નથી.

કેટલાક મીડિયા રીપોર્ટ્સ અનુસાર બંનએ હાલમાં જ મેરેજ કાઉન્સિલર સાથે મુલાકાત કરી છે. મીડિયામાં ચાલતી ખબર અનુસાર સામંથા અને નાગા ચૈતન્ય બંને છૂટાછેડા લેવાનું મન બનાવી ચૂક્યા છે. આ બાબતે હાલ તો સામંથા કે નાગા ચૈતન્ય તરફથી કોઇ ઓફિશિયલ નિવેદન સામે આવ્યુ નથી.

સામંથાએ સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળ અક્કિનેકી હટાવી માત્ર S કરી દીધુ છે અને ત્યારથી એ વાતે જોર પકડ્યુ છે, નાગા ચૈતન્ય અને સામંથા વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યુ નથી. આ બધા વચ્ચે ઇટાઇમ્સના રીપોર્ટ અનુસાર સામંથાનો ઇન્ડસ્ટ્રી સાથેનો પ્રેમ તેના પતિ સાથે ખટપટનું કારણ બની ગયો છે. સામંથા લગ્ન બાદ તેના કરિયર અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીને છોડવા માંગતી નથી. આવામાં તે અવાર નવાર તેના બોલ્ડ ફોટોશૂટ કરાવે છે અને તે આવા ફોટોશૂટ્સથી પરહેજ  રહેવા નથી માંગતી.

રીપોર્ટ અનુસાર તો એવું પણ કહેવામાં આવ્યુ છે, સ્ક્રીન પર સામંથાની જે કર્વ્સ બતાવવાની રીત છે તે તેના પતિ અને સસરાને પસંદ નથી આવતી અને તેની સાસુ દ્વારા તેને આ આદત બદલવા વિશે કહેવામાં પણ આવ્યુ છે. તે બાદ જોઇએ તો તેણે સુપરહિટ વેબ સીરીઝ ‘ફેમીલી મેન 2’માં જે પાત્ર નિભાવ્યુ તેના કારણે  તેને દેશભરમાં ઘણી પ્રશંસા મળી છે પરંતુ રીપોર્ટ અનુસાર સામંથાન આ નિર્ણયે પરિવારના સભ્યોને પરેશાન કર્યા છે.

ઇટાઇમ્સના રીપોર્ટ અનુસાર, સામંથાને એલીમની તરીકે 50 કરોડ રૂપિયા મળશે, જેમાં અચલ સંપત્તિ અને વર્તમાન સંપત્તિ બંને સામેલ છે. જો કે, આ વિશે હજુ સુધી કોઇ ઓફિશિયલ જાણકારી સામે આવી નથી. પરંતુ આ વાત પર હાલમાં જ સામંથાએ ચુપ્પી તોડી છે. સામંથાએ આ ખબરને બકવાસ જણાવી છે.

સામંથા  તિરૂમાલા મંદિર પહોંચી હતી અને ત્યાં તેને મીડિયાએ ઘેરી લીધી હતી. આ દરમિયાન જ એક મીડિયાકર્મી દ્વારા પતિ સાથે છૂટાછેડાની ખબરો પર સવાલ પૂછ્યા. આ પર સામંથા ભડકી ઉઠી હતી. તેણે ગુસ્સામાં ફટકાર લગાવતી કહ્યુ કે, હું મંદિરમાં છુ, તમારી પાસે દિમાગ છે ? આ પહેલા એક રીપોર્ટ અનુસાર સામંથા અને નાગાના છૂટાછેડાને લઇને વાત કહેવામાં આવી હતી. તેમાં હતુ કે, સામંથા નાગા ચૈતન્યની સાથે એક ફેમીલીની શરૂઆત કરવા માંગે છે  જેને કારણે તેણે કોઇ નવા પ્રોજેક્ટ સાઇન નથી કર્યા.

13  સપ્ટેમ્બરના રોજ સામંથાએ સોશિયલ મીડિયા પર પતિની અપકમિંગ ફિલ્મ લવ સ્ટોરીનું ટ્રેલર શેર કર્યુ હતુ. આમાં સામંથાએ ફિલ્મની હિરોઇન સાઇ પલ્લવીને ટેગ કરી હતી પરંતુ તે પતિને ટેગ કરવાનું ભૂલી ગઇ હતી અને તે બાદ લોકોને લાગ્યુ કે બંને વચ્ચે સંબંધ બગડી ચૂક્યા છે. બંનેના લગ્નજીવનમાં બધુ બરાબર નથી ચાલી રહ્યુ આવી ખબર ત્યારે આવી જયારે સામંથાએ અક્કિનેકી સરનેમ હટાવી દીધી.

સામંથા સાઉથ ઇન્ડસ્ટ્રીની કામયાબ અભિનેત્રીઓમાંની એક છે. “થેરી” “ઇગા” અને “સુપર ડિલક્સ” જેવી હિટ ફિલ્મોનો ભાગ રહેલી સામંથા “ધ ફેમિલી મેન 2” બાદથી મશહૂર થઇ ચૂકી છે. એવું માનવામાં આવી રહ્યુ છે કે, આ વેબ શો બાદ સામંથા માટે બોલિવુડમાં તેની એન્ટ્રી ઘણી આસાન થઇ ગઇ છે.

Shah Jina