ગુજરાતની આ દીકરીએ દેશના અસલી હીરો શહીદ વીર હરિશસિંહના પરિવારને આટલી મોટી આર્થિક મદદ કરી – ધન્ય છે…

ફક્ત 19 વર્ષીય યુવતીએ શહીદ હરીશસિંહ પરમારના પરિવારને કરી આટલા હજારની મદદ…જાણીને ગર્વ થશે

ભારત દેશના જવાનો માટે દેશના દરેક નાગરિકના દિલમાં સન્માન છે, જવાનો હંમેશા ખડેપગે ઉભા રહીને દેશની રક્ષા કરતા હોય છે, ઘણા જવાનો દેશ માટે કુરબાની પણ આપતા હોય છે, થોડા દિવસ પહેલા જ કપડવંજના વણઝારીયા ગામના જવાન હરીશ સિંહ શહીદ થયા હતા, જેમના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં ઉમટેલું માનવ મહેરામણ પણ જોવામાં મળ્યું હતું. આ બતાવે છે કે સામાન્ય જનતા પણ દેશના જવાનોને કેટલો પ્રેમ કરે છે.

આવો જ પ્રેમ નડિયાદની વિધિ જાધવને પણ દેશના જવાનો પ્રત્યે છે. વિધિએ અત્યાર સુધીમાં સેંકડો સૈનિક પરિવારોની મુલાકાત લીધી છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે.

વિધિ જાદવે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના 25 વર્ષીય વીર શહિદ જવાન હરીશસિહ પરમારના પરિવારની મુલાકાત લઈ તેઓને સાંત્વના પાઠવી હતી, આ ઉપરાંત તેમના પરિવારને 11 હજારનો ચેક પણ અર્પણ કર્યો હતો. વિધિએ થોડા દિવસ પહેલા ખેડા જિલ્લાના નાગરિકોને યથાશક્તિ મુજબ આ શહિદ પરિવારને આર્થિક મદદ કરવા વિનંતી કરી હતી.

વિધિની આ પહેલના કારણે કુલ 45 હજાર રૂપિયાની રકમ જુદી જુદી વ્યક્તિઓ તરફથી મળી હતી. તે રકમ પણ વિધિએ યાદી સાથે આ પરિવારને આપી હતી. આમ, કુલ 56 હજાર રૂપિયાની આર્થિક મદદ આ શહિદ પરિવારને કરવામાં આવી હતી

વિધિએ આ રક્ષાબંધનના દિવસે દેશની ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના સૌથી છેલ્લા પિલ્લરની મુલાકાત લઈ જવાનોને રાખડી બાંધી હતી. ત્યારબાદ લખપત પાસે આવેલ ગુનેરી બોર્ડર પોસ્ટ ખાતેના જવાનોને રાખડી બાંધી હતી. આની માટે વિધિને બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા તમામ મંજૂરી આપવામાં આવી હતી. વિધિએ બે દિવસ દેશના સૈનિકો સાથે રક્ષાબંધન પર્વ મનાવ્યું હતું..

Niraj Patel