નડિયાદમાં ગણેશ ઉત્સવની તૈયારી કરવા પંડાલ બાંધી રહેલા 3 યુવકોના થયા દુઃખદ મોત, આ ભૂલ થઇ ગઈ

આજેથી શરૂ થતા ગણેશોત્સવની તૈયારીઓ ઘણા દિવસથી શરૂ થઇ ગઈ હતી, ગુજરાત સમેત દેશભરમા આ તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે, પરંતુ આ તહેવારમાં ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ સામે આવે છે. ત્યારે હાલ એવી જ એક ઘટના નડિયાદમાંથી સામે આવી છે, હજયા ગણેશ પંડાલ બાંધતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ જેમાં બે યુવકો મોતને ભેટ્યા.

પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદમાં આવેલા પીજ રોડ ઉપર ગીતાંજલિ ચોકડી પાસે સાર્વજનિક ગણેશ મહોત્સવમાં ગણેશ દાદાનો પંડાલ શણગારવા માટે તાડપત્રી બાંધવા માટે ગયેલા ત્રણ યુવકોને કરંટ લાગ્યો હતો.તડપતી વાંધતી વખતે માથા ઉપર થેલો 11 KVનો વાયર માથા ઉપર જ અડી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાંથી બે યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને એક યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ત્યારે આ ઘટનાના કારણે યુવકના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો. ઉત્સવના માહોલમાં આવી ઘટનાએ આખા શહેરમાં ચકચારી મચાવી દીધી હતી, હાલ આ મામલે પોલીસે બંને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટસમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી અકસ્માતે મોતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

તો બીજી તરફ આ ઘટનાને લઈને પરિવારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેમને મૃતકોના મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે અવાર નવાર તહેવારોમાં આવી ઘટનાઓ સામે આવતી હોય છે.  ગણેશ વિસર્જન સમયે પણ આવી દુઃખદ ઘટનાઓ બનતી હોય છે અને કેટલાક લોકોના મોત પણ થતા હોય છે.

Niraj Patel