નડિયાદમાં એક પરિણીતાએ યુવકને પ્રેમજાળમાં ફસાવીને કર્યો મોટો કાંડ, છેલ્લે યુવકે આત્મહત્યા કરવી પડી

ઘોર કળયુગ: પરિણીતાને લીધે આ ભાઈએ કરી આત્મહત્યા…સ્યુસાઇડ નોટમાં ખુલ્યું મોટું રહસ્ય

પ્રેમને શાસ્ત્રોની અંદર ખુબ જ પવિત્ર માનવામાં આવે છે,  પરંતુ  આજના સમયના પ્રેમ સંબંધો જોઈએ ત્યારે પ્રેમ ઉપરથી પણ વિશ્વાસ ઉઠી જાય. હાલ એવી જ એક ઘટના સાક્ષર નગરી તરીકે ઓળખાતા નડિયાદમાંથી સામે આવે છે.

જ્યાં એક પરણીંત મહિલાએ એક યુવકને પ્રેમજાળમાં ફસાવીને એવી છેતરપીંડી કરી કે આખરે યુવકને તેનો જીવ આપવો પડ્યો હતો. આ અંગે મળી રહેલી માહિતી અનુસાર નડિયાદના એસટી નગર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા 26 વર્ષીય યુવકને તેના જ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.

જેના બાદ મહિલાએ એક અન્ય વ્યક્તિ સાથે મળીને પ્રેમી યુવક પાસેથી રૂપિયા 1 લાખ 80 હજાર રૂપિયા પડાવ્યા હતા, જેના બાદ પણ મહિલા તે પ્રેમી યુવકને પૈસા આપવા માટે દબાણ કર્યા કરતી હતી, જેનાથી કંટાળીને યુવકે ઝેરી દવા ગટગટાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

આ યુવકે આપઘાત કરતા પહેલા બે પાનામાં લખેલ સુસાઇડ નોટ પણ લખી હતી, જેને પોલીસે કબ્જે કરી તપાસ કરતા તેમાં  ચોંકાવનારા ખુલાસા થયા હતા. આ બાબતે નડિયાદ ટાઉન પોલીસે યુવકને મરવા મજબુર કરનાર દંપતી સહિત ત્રણ સામે ગુન્હો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી દીધી છે.

આપઘાત કરનાર યુવકનું નામ 26 વર્ષીય વિશાલ શંકરભાઈ ગોહીલ છે. જે અપરણિત હતો. વિશાલના ભાઈ અને માતા નોકરીએ ગયા હતા. ત્યારે તેને કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેની જાણ તેના પરિવારના લોકોને થતાં તેઓ વિશાલને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ દોડ્યા હતા. જે બાદ ત્યાંથી વધુ સારવાર અર્થે કરમસદ અને ત્યાંથી નડિયાદની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા. જે દરમિયાન વિશાલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ બાતે મળતી વધુ માહિતી અનુસાર વિશાલ જે વિસ્તારમાં રહેતો હતો તેજ વિસ્તારમાં રહેતી પરણિત કિંજલબેન સચીનભાઈ પટેલ નામની યુવતી સાથે આંખો મળી જતા બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બાદમાં પ્રેમીકા કિંજલ તેની પાસે પૈસા મેળવવાનો ખેલ ખેલ્યો હતો. જોકે હાલ આ મૃતક યુવકને તેની સાથે કોઈ સંબંધ નહોતા. પરંતુ કિંજલ અને તેના પતિ સચીન તથા જીતેન્દ્ર ઉર્ફે ગોપાલ નટવરભાઈ રાણાએ યેનકેન પ્રકારે અત્યાર સુધી રૂપિયા 1 લાખ 80 હજાર જેટલા નાણાં પડાવી લીધા હતા.

Niraj Patel