ઘોર કળયુગ: અમદાવાદમાં રહેતી નડિયાદની યુવતીએ મહિલા મિત્ર સાથે 7 વર્ષથી સજાતીય સંબંધ હતા, ઘર છોડી દીધું

અમદાવાદમાં ભણતી નડિયાદની યુવતીએ લેસ્બિયન સંબંધ રાખવા મા-બાપનું ઘર છોડી દીધું, ફેમિલી વાળા ટેંશનમાં આવી ગયા, જાણો સમગ્ર મામલો

તમે ઘણી વાર એવી એવી પ્રેમ કહાનીઓ સાંભળી હશે કે લોકો તેમના પ્રેમને પામવા માટે કોઇ પણ હદ સુધી જાય છે. ઘણીવાર તો એવી પ્રેમ કહાની પણ સામે આવે છે જે એક જ લિંગના બે લોકો વચ્ચેની એટલે કે છોકરો-છોકરો કે છોકરી-છોકરીની હોય છે. ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં મૂળ નડિયાદની અને અમદાવાદમાં અભ્યાસ કરતી કોલેજિયન યુવતીએ તેની મહિલા મિત્ર સાથે લેસ્બિયન સંબંધ રાખવા માટે માતા-પિતાનું ઘર છોડી દીધુ અને તે ભાગી ગઈ.

યુવતિને મહિલા મિત્ર સાથે સંબંધ:

ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ અમદાવાદમાં રહેતી નડિયાદની યુવતિને તેની મહિલા મિત્ર સાથે સજાતીય સંબંધ હતો અને છેલ્લા 7 વર્ષથી લેસ્બિયન સંબંધ હોવાની જાણ પરિવારજનો થતા તેઓ કપડવંજ ખાતે એક સંબંધીને ત્યાં લઈ આવ્યા અને સમાજમાં બદનામીના ડરથી પરિવારે યુવતિને આ સંબંધો તોડવા માટે સમજાવી. પણ યુવતિ તો પ્રેમમાં એવી દીવાની થઇ ગઇ હતી કે તે ટસની મસ ના થઈ અને આખરે પરિવારજનોએ અભયમને ફોન કરીને મદદ માંગી.

પરિવારે સાથે રહેવાની ના કહેતા મોકલાઇ કાઉન્સેલિંગ માટે:

અભયમની ટીમે તેની અને તેના પરિવારજનોની વાત સાંભળી અને પછી બંનેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ તેમ છતાં યુવતિ તેની મહિલા મિત્ર સાથે સંબંધો તોડવા તૈયાર નહોતી. પરિવારને પણ યુવતિનો આ સજાતીય સંબંધ મંજૂર નહોતો અને તે બાદ લેસ્બિયન સંબંધને નહીં સ્વીકારનારા પરિવારજનો સાથે ન રહેવાનું કહેતા અભયમ દ્વારા તેને સખી વન સ્ટોપ સેન્ટમાં લાંબાગાળાના કાઉન્સેલિંગ માટે મોકલાઈ.

LGBTQIA:

ઉલ્લેખનીય છે કે, 6 સપ્ટેમ્બર 2018ના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ દિવસે ભારતીય દંડ સંહિતાની કલમ 377 ની જોગવાઈમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેમાં એક જ લિંગના બે લોકો વચ્ચે સંબંધ રાખવાને ગેરકાયદેસર માનવામાં આવતું. જો કે, સુપ્રીમ કોર્ટે કલમ 377 હેઠળ સમલૈંગિક સંબંધોને કાયદેસર બનાવતા ચુકાદો આપ્યો હતો કે જાતીય અભિગમ કુદરતી છે અને તેના પર લોકોનું નિયંત્રણ નથી.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી LGBT સમુદાયને સમાજમાં સમાન સ્થાન મળ્યું. બાદમાં LGBT માં Q પછી, I અને A પણ ઉમેરાયા અને હવે આ સમુદાયનું પૂરું નામ LGBTQIA થઈ ગયું છે. ઘણાને LGBT નો અર્થ ખબર હશે, પણ ભાગ્યે જ કોઈને Q, I અને A નો અર્થ ખબર હશે. તો જણાવી દઇએ કે, LGBTQIA માં L એટલે લેસ્બિયન, G એટલે ગે, B એટલે બાયસેક્સ્યુઅલ, T એટલે ટ્રાન્સજેન્ડર, Q એટલે ક્વીયર, I એટલે ઇન્ટરસેક્સ, A એટલે એસેક્શુઅલ.

Shah Jina