નડિયાદનો પરિવાર ફરવા ગયો દમણ, પણ હોટલમાં ન્હાવા જતા સમયે સર્જાઇ એવી દુર્ઘટના કે પિતા-પુત્રનું થયુ મોત

દમણ ફરવા આવેલા ગુજરાતી પરિવાર સાથે મોટી દુર્ઘટના, હોટલના બાથરૂમમાં કરંટ લાગતા પિતા-પુત્રનું મોત

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Daman Hotel Accident : ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં સંઘપ્રદેશ દમણની એક હોટલમાંથી ગોઝારી ઘટના સામે આવી છે. હોટલના બાથરૂમમાં ન્હાવા ગયેલ એક પરિવારને વીજ કરંટ લાગ્યો અને તેને કારણે પિતા પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યુ, જ્યારે માતા ઇજાગ્રસ્ત થયા. ઘટનાને લઇને દમણ પોલીસે હોટલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

દમણની હોટલના બાથરૂમમાં પરિવારને લાગ્યો વીજ કરંટ
પ્રાપ્ત વિગત અનુસાર, નડિયાદના મિશન રોડ પર રહેતા શ્રીકાંત વાઘેલા તેમના પુત્ર સિનોન અને પત્ની કિંજલ સાથે દમણ ફરવા ગયા હતા, અને તેઓ દમણની નાનાઝ પેલેસ નામની હોટલમાં રોકાયા હતા. જ્યારે તેમનો 6 વર્ષીય પુત્ર બાથરૂમમાં નાહવા ગયો તો તેને અચાનક તેને કરંટ લાગતા પહેલા તેની માતા બચાવવા ગઈ તો તે પણ વીજ કરંટની ઝપેટમાં આવી ગઇ અને પત્ની-પુત્રને વીજ કરંટ લાગતા પિતા શ્રીકાંત વાઘેલા પણ બચાવવા ગયા તો તેમને પણ કરંટ લાગ્યો.

પિતા-પુત્રનું મોત
ઘટનાને લઇને હોટલમાં અફરા તફરી મચી ગઈ હતી. જો કે, હોટલના કર્મચારીઓએ વીજ પ્રવાહ બંધ કર્યો પણ આ પહેલા જ પિતા-પુત્રનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું, જ્યારે માતા ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ પોલિસને થતા જ દમણ પોલીસની ટીમ હોટલ પહોંચી હતી અને મામલાને ગંભીરતાથી લઈ નાનાઝ પેલેસ સામે કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

પોલિસે નોંધ્યો કેસ
અહેવાલો અનુસાર, દમણ પોલીસે હોટલ સંચાલક સામે ગંભીર બેદરકારી દાખવવા બદલ IPC 285 અને 304 મુજબ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. આ સાથે જ 7 દિવસમાં ઇલેક્ટ્રિક સેફ્ટી ઓડિટના આદેશ પણ કરાયા છે. આ કેસમાં FSL અને વીજ કંપનીની મદદ લેવાઈ છે, જેમાં કરંટ કેવી રીતે લાગ્યો તે તપાસવામાં આવશે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina