નડિયાદમાં પ્રેમી સાથે ઓરડીમાં બંધ થઇ પરણિત મહિલા કરી રહી હતી ઇલુ ઇલુ, પરિવારને જાણ થતા કર્યુ એવું કે મચી ગયો હોબાળો

ગુજરાતમાંથી ઘણીવાર લગ્નેતર સંબંધોના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. લગ્ન બાદ પણ પતિ અથવા પત્ની તેમના પાર્ટનર સાથે દગો કરી અને બીજાની સાથે સંબંધ ધરાવતા હોય છે. ઘણીવાર આવા કિસ્સા બધાની સામે આવતા ચકચાર મચી જતી હોય છે. હાલમાં જ આવો જ એક નડિયાડના મહુધામાંથી સામે આવ્યો છે. ચુણેલ તરફ જવાના રસ્તા પર આવેલા શંકરપુરામાં બે પરણીત પ્રેમી પંખીડા પરિવારના હાથે ઝડપાઈ ગયા હતા. મહેમદાવાદના સમસપુરની મહિલાના લગ્ન શંકરપુરાના એક યુવક સાથે થયા હતા, તે પહેલા જયાં વેલ્ડર તરીકે નોકરી કરતો હતો તેમણે યુવકની પત્નીને ફોન કરી લગ્ન બાદ એક વખત પ્રેમ વ્યક્ત કર્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

આ મામલે ફરિયાદ બાદ તેણે એ વ્યક્તિને ઠપકો પણ આપ્યો હતો. તે બાદ યુવકે ત્યાંથી નોકરી છોડી દીધી હતી. થોડા સમય બાદ યુવકના ત્યાં પુત્રનો જન્મ થયો અને તે બાદ બાળક બીમાર રહેતુ જેને કારણે આ યુવક તે વ્યક્તિના ત્યાં બાકી પગારની માંગ કરતો હતો. જ્યારે આ વ્યક્તિએ તો યુવકની લાચારીનો ફાયદો ઉઠાવવા દવાખાને સાથે મને લઇ જાય તો જ હું તને પૈસા આપુ તેવી જિદ્દ કરતો.

તે બાદ દીકરો માંંદો રહેતો તે સમયગાળામાં યુવકની પત્ની અને તે વ્યક્તિ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. તે બાદ આ વાત બહાર આવતા તે વ્યક્તિ અને યુવક વચ્ચે ઘણી બોલાચાલી થઇ હતી અને છ મહિનાના બાળકને મૂકી મહિલા પિયર ચાલી ગઇ તે બાદ આખરે સોમવારના રોજ યુવકની પત્નીને તેડી લેવાનું નક્કી થયું, પરંતુ એ પહેલાં જ તે તેના પ્રેમી સાથે રંગેહાથ ઝડપાઈ ગઈ.

પ્રતિકાત્મક તસવીર

આ બાબતે પરિવારને જાણ થતા જ તેઓ જયાં રોકાયા હતા ત્યાં બંનેના પરિવાર પહોંચ્યા અને તેમને ઓરડીમાં પૂરી દીધા, જે બાદ ભારે હોબાળો મચ્યો અને ગામના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા. ઘટનાની જાણ થતાં મહુધા પોલીસ પણ હોંચી હતી, જેમણે પ્રેમીપંખીડાંને પોલીસ મથકે લઈ જઈ કાર્યવાહી હાથ ધરી હતી.

Shah Jina