બૉલીવુડ એક્ટ્રેસ રવીના ટંડન નાની બની ગઈ છે. તેની પુત્રી છાયાએ બાળકને જન્મ આપ્યો છે. રવીનાએ તેના ગ્રાન્ડ કીડને ઘર પણ લાવ્યા છે. રવીનાએ સોશિયલ મીડિયા પર બાળકને ઘર લઇ આવ્યા તેની તસ્વીર શેર કરી છે. પરંતુ રવીનાએ એ નથી જણાવ્યુંકે તેની દીકરીએ પુત્રને જન્મ આપ્યો છે કે પુત્રીને.
રવીનાએ તેના ગ્રાન્ડ કીડનું ઘરમાં જોર-શોરથી સ્વાગત કર્યું છે. રવીનાએ ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરીને નાની બનવાની જાણકારી આપી હતી. નાની બનવાને લઈને રવીના બેહદ ખુશ અને એક્સાઈટેડ છે.
રવીનાએ ફોટો શેર કરીને એક સ્વીટ નોટ લખી હતી. જેમાં લખ્યું હતું કે, ‘Thanking the pantheon almighty . The baby comes home 👶🏼💃 ..
થોડા સમય પહેલા રવીનાએ તેની પુત્રી છાયા માટે બેબી શોવર પાર્ટી હોસ્ટ કરી હતી. બેબી શાવરની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
બેબી શાવર પાર્ટીમાં રવીનાની ખુદની પુત્રી રાશા થડાંની પણ ઘણી ખુશ નજરે આવી હતી.
View this post on Instagram
Me and my brood ! My baby’s baby! Countdown has begun !!😍😍♥️♥️🍼🍼 @officialrashathadani
જણાવી દઈએ કે, રવીના ટંડને 1995માં 2 દીકરીઓ છાયા અને પૂજાને દતક લીધી હતી. ત્યારે પૂજાની ઉંમર 11 વર્ષની અને છાયાની ઉંમર 8 વર્ષની હતી.
View this post on Instagram
Dressed for #Bappas Aarti! #festiveseason ka aarambh. 🙏🏻🕉🌺 yellow in @jaypore
રવીના ટંડનની અંગત જિંદગીની વાત કરવામાં આવે તો તેણીએ 22 ફેબ્રુઆરી 2004માં ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થડાની સાથે લગ્ન કર્યા હતા. બન્નેને 14 વર્ષની દીકરી અને 11 વર્ષનો દીકરો છે. રવીના તેના બાળકોની તસ્વીર શેર કરતી રહે છે.
હાલમાં રવીના રિયાલિટી શો નચ બલિયેએ જજની ભૂમિકામાં નજરે આવે છે. છેલ્લા ઘણા સમયથી રવીના બોલીવુડથી દૂર છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks