સામુહિક બળાત્કારનો ભોગ બની, માતાએ પણ ધુત્કારી, છોકરામાંથી છોકરી બની તો પિતા પણ રડી પડ્યા, આજે કર્યું દેશનું નામ ગર્વથી રોશન, જુઓ આંખોમાં આંસુ લાવનારી કહાની

કહાની એક એવા ટ્રાન્સજેન્ડરની, જે છોકરામાંથી બની છોકરી, મમ્મીએ ફેરવી લીધું મોઢું, કઝીનના મિત્રોએ શારીરિક શોષણ કરીને હોસ્પિટલમાં નાખી, આજે આખો દેશ કરે છે તેને સલામ…

જયારે કોઈ ભારતીય મોડલ મિસ ઇન્ડિયા, મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સનો ખિતાબ જીતે છે ત્યારે આખા દેશમાં બસ તેની જ ચર્ચાઓ ચાલતી હોય છે, પરંતુ હાલ એક એવી વ્યક્તિએ દેશનું નામ રોશન કર્યું છે જે પુરુષમાંથી મહિલા બની. જે દુનિયાની પહેલી ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર બ્યુટી ક્વિન બની અને દેશનું નામ ગર્વથી રોશન કરી દીધું.

દેશને સન્માન અપાવનાર આ ટ્રાન્સજેન્ડર બ્યુટી ક્વિનનું નામ છે નાઝ જોશી. તેની કહાની કોઈ મિસાલથી કમ નથી. નાઝનો જન્મ 31 ડિસેમ્બર 1984ના રોજ રાજધાની દિલ્હીમાં થયો હતો. તેના જન્મ સમયે પરિવારે દીકરાનો જન્મ થયો છે એમ માનીને ખુબ જ ઉત્સાહ પણ મનાવ્યો હતો. પરંતુ સમય જતા જ ખબર પડી કે તે દીકરો નહિ પરંતુ એક કિન્નર છે.

જેના કારણે નાઝની માતાને લોકોના ખુબ જ મહેણા સાંભળવા પડ્યા હતા. જેના બાદ નાઝના પિતાએ તેને મુંબઈમાં તેના મામાના ઘરે રહેવા માટે મોકલી દીધી. પરંતુ નાઝ માટે મુંબઈમાં પણ રહેવું સરળ નહોતું. નાઝના કઝીનના મિત્રોએ તેનું શારીરિક શોષણ કર્યું અને પછી તેને એક હોસ્પિટલમાં છોડી દીધી.

જ્યારે નાઝના મામા તેને હોસ્પિટલમાં મળવા માટે આવ્યા ત્યારે તેમણે નાઝને આશ્વાસન આપ્યું કે તે ત્રણ દિવસ પછી તેને મળવા આવશે. પરંતુ તે હોસ્પિટલમાં પાછા આવ્યા નહિ. મુશ્કેલીમાં ફસાયેલી નાઝને એક કિન્નર તેની સાથે લઇ ગયો. કિન્નર સમુદાયના લોકો વચ્ચે નાઝને ખુબ જ પ્રેમ મળ્યો, પરંતુ નાઝને રેડ લાઈટ વિસ્તારમાં તાળી વગાડીને ભીખ માંગવું જરા પણ પસંદ આવ્યું નહિ.

નાઝને ભણવામાં ખુબ જ રસ હતો. પરંતુ જિંદગીને કંઈક બીજું જ મંજુર હતું. પૈસાની જરૂરિયાતના કારણે નાઝ એક ડાન્સ બારમાં કામ કરવા લાગી. જ્યાં નાઝ પ્રોસ્ટિટ્યુશનનો શિકાર બની. 2002માં ડાન્સ બાર બંધ થયા બાદ નાઝે દિલ્હીની એક કોલેજમાંથી ફેશન ડિઝાઈનરનો કોર્સ કર્યો. આ દરમિયાન તેણે મસાજ પાર્લરમાં પણ કામ કર્યું અને ત્યાંથી મળેલા પૈસા દ્વારા સર્જરી કરાવીને જેન્ડર ચેન્જ કરાવી લીધી.

જેના બાદ તે હવે કિન્નરમાંથી છોકરી બની ગઈ. વર્ષ 2012 બાદ તે સફળતાની સીડીઓ ચઢવા લાગી. છેલ્લા 10 વર્ષમાં નાઝ ના ફક્ત દુનિયાની પહેલી ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર બની પરંતુ 7 ઇન્ટરનેશનલ અને 2 નેશનલ બ્યુટી કોન્ટેસ્ટ પણ જીતી ચુકી છે. આ ઉપરાંત નાઝ ઘણા ફેશન શો ટોપર, ફેશન મેગેઝીન કવર ફોટો અને બોલીવુડ ફિલ્મોનો ભાગ બની ચુકી છે.

એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં નાઝે જણાવ્યું હતું કે ટ્રાન્સજેન્ડર પર આધારિત એક બાયોપિકમાં કામ કર્યા બાદ તેના પિતાએ તેને ફોન કરીને ઘરે બોલાવી. ઘરે જતા સમયે નાઝ ખુબ જ ડરેલી હતી. કારણ કે નાઝ હવે કિન્નરમાંથી છોકરી બની ગઈ હતી. એવામાં ઘરે પહોંચતા જ તેના પિતાએ તેને ગળે લગાવી લીધી અને રડવા લાગ્યા. પરંતુ નાઝની માતાએ તેને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો.

Niraj Patel