ભારતમાં આવશે આ મોટી મુસીબત, બાબા વેંગાએ કરી હતી હચમચાવી દેનારી ભવિષ્યવાણી, જાણીને તમે પણ હેરાન પરેશાન થઇ જશો

વિશ્વના પ્રખ્યાત ભવિષ્યવક્તાઓમાં બલ્ગેરિયન પયગંબર બાબા વેંગાનો સમાવેશ થાય છે. આમાં બાબા વેંગાનું નામ સૌથી પહેલા આવે છે. બાબા વેંગાએ વર્ષ 2022 માટે ડરામણી આગાહીઓ કરી હતી. ભવિષ્યવાણીઓ માટે પ્રખ્યાત બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. બાબા વેંગાને બાલ્કન પ્રદેશના નોસ્ટ્રાડેમસ કહેવામાં આવે છે.

બાબા વેંગાએ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી. વર્ષ 2022 માટે બાબા વેંગાની બે ભવિષ્યવાણીઓ સાચી પડી છે. બાબા વેંગાએ સોવિયત સંઘના વિઘટન, અમેરિકામાં આતંકવાદી સંગઠન અલ કાયદાના 9/11ના હુમલા સહિત અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જે સાચી પડી છે. બલ્ગેરિયાના અંધ બાબા વેંગા વિશ્વના એવા ભવિષ્યવક્તાઓમાંથી એક છે જેમને આખું વિશ્વ માને છે. હવે બાબા વેંગાની ભારત વિશેની ભવિષ્યવાણી લોકોને ડરાવી રહી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, બાબા વેંગાએ આગાહી કરી હતી કે વર્ષ 2022માં વિશ્વનું તાપમાન ઘટશે. જેના કારણે તીડનો પ્રકોપ વધશે. ખોરાકની શોધમાં તીડ ભારત પર હુમલો કરશે. આ હુમલાથી પાકને ભારે નુકસાન થશે. ભારતમાં દુકાળની સ્થિતિ સર્જાશે અને દેશમાં ભૂખમરાની સંભાવના છે. હવે જોવાનું એ રહેશે કે બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે કે નહીં. જો કે, આ પહેલા બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે, જેના કારણે લોકોના મનમાં ડર છવાઈ ગયો છે.

આ ઉપરાંત બાબા વેંગાની આગાહી અનુસાર વર્ષ 2023માં પૃથ્વીની ભ્રમણકક્ષા બદલાશે અને તે સિવાય અવકાશયાત્રીઓ વર્ષ 2028માં શુક્ર ગ્રહની યાત્રા કરશે. બાબા વેંગાના અનુમાન મુજબ વર્ષ 2046માં અંગ પ્રત્યારોપણની મદદથી લોકો 100 વર્ષથી વધુ જીવી શકશે. આ સિવાય બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર 2100ની સાલમાં પૃથ્વી પર રાત રોકાઈ જશે. પૃથ્વી કૃત્રિમ સૂર્યપ્રકાશથી પ્રકાશિત થશે.

વિશ્વના અંત વિશે બાબા વેંગાની આગાહી છે કે વિશ્વનો અંત વર્ષ 5079માં થશે. બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2022માં દુનિયામાં ભયાનક કુદરતી આફતો આવશે. ભૂકંપ અને સુનામીની સંભાવના છે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને ઘણા એશિયાઈ દેશોને ગંભીર પૂરનો સામનો કરવો પડશે. સુનામી સેંકડો લોકોને મારી શકે છે.

Niraj Patel