ખેલ જગત મનોરંજન

રવિવારે આઇપીએલની સુપર ઓવરમાં નખ ચાવતી જોવા મળી હતી આ છોકરી, સોશિયલ મીડિયામાં થઈ ગઈ વાયરલ

લોકડાઉન અને કોરોના વાયરસના કારણે અટકેલું આઇપીએલ હવે ફરી પાછું શરૂ થઇ ગયું છે, અને ક્રિકેટ રસિયાઓ તેને ખુબ જ ઉત્સાહથી માણી પણ રહ્યા છે. આ વર્ષે આઇપીએલ ભારતના બદલે યુએઈમાં યોજાઈ રહ્યું છે, પરંતુ તેને માણવાનો ઉત્સાહ હજુ એટલો જ છે. જો કે આ વર્ષે દર વર્ષની જેમ ચીયર લીડર્સ અને પ્રેક્ષકોની ખોટ જોનારને વર્તાઈ રહી છે, છતાં પણ કેમેરામેન કોઈને કોઈ રીતે આઈપીએલમાં ગ્લેમર શોધતા નજરે ચઢી જ જાય છે.

Image Source

આ રવિવારે પંજાબ અને મુંબઈ વચ્ચે યોજાઈ રહેલી મેચની સુપર ઓવર દરમિયાન જ કેમેરામેને એક સુંદર યુવતી ઉપર કેમેરો ફેરવી દીધો. લોકો પણ સ્ક્રીન ઉપર આજ છોકરીને જોવા લાગી ગયા, તમે પણ તેને જોઈ હશે, ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

Image Source

18 ઓટોમ્બરના રોજ યોજાયેલી પંજાબ અને મુંબઈ વચ્ચેની મેચનો નિર્ણય 2-2 સુપર ઓવર બાદ આવ્યો હતો. જેના કારણે દર્શકોની દિલની ધડકન પણ રોકાઈ ગઈ હતી. પરંતુ આ બધાની અંદર કેમેરા મેને જે એક યુવતી ઉપર કેમેરો ફેરવ્યો હતો તે હાલમાં ખુબ જ ચર્ચાનો વિષય બની ગઈ, દર્શકો પણ જાણવા માંગતા હતા કે આ કોણ છે?

Image Source

મેચ દરમિયાન જોવા મળેલી આ છોકરીનું નામ છે રિયાના લાલવાની. આ મેચની અંદર મુંબઈએ જયારે પહેલા બેટિંગ કરતા 176 રન બનાવ્યા ત્યારે પંજાબની ટિમ તે લક્ષને પર કરવા માટે ઉતરી આ દરમિયાન જ તે છોકરી દર્શકોની નજરમાં આવી.  અને જયારે મેચના અંતમાં પંજાબને 2 રન જીતવા માટે જરૂર હતી ત્યારે તે સ્ટેડિયમમાં ઉભી રહીને નખ ચાવતી જોવા મળી હતી. ત્યારે જ તેના ઉપર કેમેરો ફોકસ થઇ ગયો.

Image Source

હવે આ ઘટના બાદ રિયાના ખુબ જ પ્રખ્યાત બની ગઈ છે. જોત જોતામાં જ તેના હજારો ફોલોઅર્સ પણ બની ગયા છે. મેચ પછી રિયાએ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં પોતાની કલીપ પણ લગાવી અને ઇન્સ્ટા પાસે પોતાની બ્લુ ટીકની પણ માંગણી કરી. હાલમાં રિયાના સોશિયલ મીડિયામાં ખુબ જ ફેમસ બની ગઈ છે. લોકો તેની તસ્વીર પણ શેર કરી રહ્યા છે.