માઉન્ટ એવરેસ્ટ એક ખુબ જ ખતરનાક પર્વત છે, છતાં પર્વતારોહીઓનું સપનું આ શિખર સર કરવાનું હોય છે. 29 મે 1953ના રોજ બે લોકોએ પહેલીવાર આ પર્વતને સર કર્યો હતો જેના કારણે 29 મે ઇન્ટરનેશનલ એવરેસ્ટ ડે તરીકે પણ ઉજવાય છે. પરંતુ માઉન્ટ એવરેસ્ટ ઉપર છેલ્લા 24 વર્ષથી એક શબ પડ્યું છે. અને શબને જોતા એવું લાગે કે કોઈ ત્યાં આરામ કરી રહ્યું છે, કોઈને જો આ વાતની ખબર ના હોય કે તે શબ છે તો એ એને આરામ કરતો માણસ જ સમજી લે.

નેપાળ મીડિયાના જણાવ્યા અનુસાર માઉન્ટ એવરેસ્ટની ચોટીથી 200-300 મિત્ર નીચે એક શબ 24 વર્ષથી પડ્યું છે. આ શબ શેવાંગ પ્લાજોરનું છે. પર્વતારોહીઓ આ શબની પહેચાન તેના બૂટ દ્વારા કરે છે. જેના કારણે શેવાંગ હવે ગ્રીન બુટ્સના નામથી ઓળખાય છે. કોઈ તેને જોઈને ડરી જાય છે તો કોઈ તેની સાથે સેલ્ફી પણ લે છે.

ગ્રીન બૂટ્સ નામથી પ્રખ્યાત થયેલું આ શબ ITPB ના જવાન અને ભરતીય પર્વતારોહી શેવાંગનું છે. જે 10મે ના રોજ પોતાના સાથિયો સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે નીકળ્યો હતો. એ સમયે એક બર્ફીલુ તોફાન આવ્યું અને તેનું મૃત્યુ થઇ ગયું. તેના મૃત્યુ માટે આજે પણ વિવાદ ચાલી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો જીવ બચાવી શકતો હતો, જયારે તોફાન આવ્યું ત્યારે તે અને તેનો મિત્ર ફસાઈ ગયા અને મદદ માટે બૂમો પાડી, ત્યાં બીજા પર્વતારોહીઓ પણ હતા, પરંતુ એવરેસ્ટ સર કરવાની લાલચમાં તેમને મદદ ના કરી.

માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ લગભગ 8,848 મીટર જેટલી છે. તેની ચોંટી પૂર શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને વધારે મૃત્યુ 8000 મિત્ર પછી થાય છે જેના કારણે તેને ડેથ ઝોન કહેવામાં આવે છે. ઉપર શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. ઘણીવાર બર્ફીલા તોફાનોના કારણે પણ જીવ જાય છે. 2019 સુધીમાં રિપોર્ટ માઉન્ટ એવરેસ્ટ ઉપર 308 લોકોના મૃત્યુ થયા છે.

માઉન્ટ એવરેસ્ટ ઉપર પર્વતારોહીના જ મૃત્યુ થયા છે અને એટલી ઊંચાઈ ઉપરથી શબને પાછું લાવવું પણ મુશ્કેલ હોય છે જેના કારણે શબ્દને ત્યાં જ છોડી દેવામાં આવે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.