અજબગજબ

ઉત્તર કોરિયામાં આવેલી આ રહસ્યમય હોટેલના પાંચમા માળે જવાની છે મનાઈ, તેની પાછળ છે ઊંડું રહસ્ય

ઉત્તર કોરિયા પોતાની અંદર જ ઘણા રહસ્યો છુપાવીને બેઠેલું છે. ના અહીંયા લોકોને બાકી દુનિયાની વાતો ખબર હોય છે ના બાકી દુનિયાને આ દેશની. બધું જ મળીને ઉત્તર કોરિયા એક રહસ્યમય દેશ તરીકે ઓળખાય છે. મોટાભાગે આપણે જોયું છે કે કોઈપણ હોટેલના કોઈપણ માળે જવાની મનાઈ કોઈ મહેમાનો માટે નથી હોતી. પરંતુ ઉત્તર કોરિયામાં એક એવી હોટેલ આવેલી છે. જેના પાંચમા માળે જવાની મનાઈ છે. તેની પાછળ પણ એક ઊંડું રહસ્ય છુપાયેલું છે.

Image Source

ઉત્તર કોરિયાની આ હોટેલનું નામ યંગાકડો હોટેલ છે. જે અહીંયાની રાજધાની પ્યોન્ગયાંગમાં છે. આ હોટેલ ઉત્તર કોરિયાની સૌથી મોટી હોટેલ છે અને સાથે જ તે અહીંયાની સાતમી અને આઠમી સાથી મોટી ઇમારત પણ છે. આ તાએડોન્ગ નદીના બીચ ઉપર સ્થિત યાંગાક આઇલેન્ડ ઉપર બનેલી છે.

Image Source

47 માળની આ હોટેલમાં કુલ 1000 ઓરડાઓ છે. જેની અંદર 4 રેસ્ટોરન્ટ, એક બાઉલિંગ એલે અને એક મસાજ પાર્લર છે. આ હોટેલ ઉત્તર કોરિયાની પહેલી લકઝરી હોટેલ છે, જેમાં એક ઓરડાનું ભાડું 25 હજાર રૂપિયા છે. આ છ વર્ષમાં બનીને તૈયાર થઇ છે. તેનું નિર્માણ કાર્ય 1986માં શરૂ થયું હતું અને તે 1992માં બનીને તૈયાર થઇ હતી. જેને વર્ષ 1996માં સામાન્ય નાગરિકો માટે ખોલવામાં આવી.

Image Source

એવું કહેવાય છે કે આ હોટેલની લિફ્ટની અંદર પાંચમા માળનું બટન જ નથી. માટે તેનો ચોખ્ખો અર્થ થાય છે કે લોકો બીજા કોઈપણ માળે જઈ શકે છે પરંતુ પાંચમા મળે નહીં. તેને લઈને ઉત્તર કોરિયાએ ખુબ જ કડક નિયમો બનાવ્યા છે. જે અંતર્ગત કોઈ વિદેશી નાગરિક પાંચમા માળે જાય છે તો તેને અહીંયાની જેલમાં હંમેશા હંમેશા માટે સડવું પડે છે.

Image Source

વર્ષ 2016માં ઓટ્ટો વાર્મબિયર નામનો એક વિધાર્થી આ હોટેલના પાંચમા માળે ચાલ્યો ગયો હતો. ત્યારબાદ ઉત્તર કોરિયાની પોલીસે તેની ધરપકડ કરી લીધી. તેની ઉપર આરોપ હતો કે તેને હોટેલના પાંચમા માળે લાગેલું પોસ્ટર ઉખાળ્યું હતું. ત્યારબાદ તે વિદ્યાર્થી વિરુદ્ધ કેસ ચાલ્યો અને 15 વર્ષની સજા ફરમાવવામાં આવી.એવું પણ કહેવાય છે કે તેને પુછપરછ દરમિયાન ખુબ જ ટોર્ચર કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં તેને છોડી મુકવામાં આવ્યો. પરંતુ અમેરિકા પાછા પહોંચ્યા બાદ તે કોમામાં ચાલ્યો ગયો અને 2017માં તેનું મૃત્યુ થઇ ગયું.

Image Source

આ હોટેલમાં રોકાઈ ચૂકેલા એક અન્ય અમેરિકી વ્યક્તિ કેલ્વિન સનનું કહેવું છે કે આ હોટેલના પાંચમા માળે કોઈ બંકરની જેમ નાના નાના ઓરડા બનેલા છે જેમાં મોટાભાગના ઓરડાઓમાં તાળા મારેલા છે. ઓરડાની દીવાલો ઉપર અમેરિકી વિરોધી એની જાપાન વિરોધી પેઇન્ટિંગ બનાવેલી છે. કેટલીક તસવીરો તો ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોન્ગ ઉનના પિતા કિમ જોન્ગ ઇલની પણ છે. કહેવાય છે કે ત્યાં બનેલી દરેક પેઇન્ટિંગ ઉપર લખવામાં આવ્યું છે કે: “અમેરિકામાં બનેલી દરેક વસ્તુ અમારી દુશ્મન છે. અમે હજાર વખત બદલો લઈશું.”

Image Source

સૌથી હેરાનીની વાત તો એ છે કે ઉત્તર કોરિયાની સરકાર માને છે કે યંગાકડો હોટેલની અંદર પાંચમો માળ છે જ નહીં. ત્યારે લોકોના દાવા અને ઉત્તર કોરિયાની સરકારનો દાવો પોતાની જાતમાં જ એક રહસ્ય પેદા કરે છે.