આ છે દુનિયાનું સૌથી રહસ્યમયી મંદિર, જ્યાં માણસોના તૂટેલા હાડકા જોડાઈ જાય છે

આપણા દેશમાં કોઈ એવું ગામ જોવા નહીં મળે જ્યાં મંદિર ન હોય. દરેક ગામ કે શહેરમાં મંદિર અવશ્ય હોય છે. આ તમામ મંદિરોમાં કેટલાક મંદિરો ખુબ પ્રાચિન છે. આ ઉપરાંત કેટલાક મંદિરોમાં એટલા રહસ્યમયી છે જેનું રહસ્ય આજે પણ અકબંધ છે. આજે અમે તમને આવા જ એક રહસ્યમયી મંદિર વિશે જણાવીશું જેના વિશે તમે ભાગ્યે જ જાણ્યું અને સાંભળ્યું હશે. આ મંદિર એટલું રહસ્યમયી છે કે વ્યક્તિના તુટેલા હાડકા આ મંદિરે જવાથી સાજા થઈ જાય છે. આ અંગે ભક્તો કહે છે કે આ મંદિરે દર્શન કર્યા બાદ તેમના દર્દમાં ઘટાડો થવા લાગે છે.

મંગળવારે અને શનિવારે વિશેષ પૂજા કરવામાં આવે છે:
હકિકતમાં અમે વાત કરી રહ્યા છીએ મધ્ય પ્રદેશના કટની જિલ્લામાં આવેલા એક ગામની જ્યાં એક હનુમાન મંદિર છે. આ મંદિર કોઈ ચમત્કારથી કમ નથી. કારણ કે અહીં એવા લોકો વધારે આવે છે જેમના હાડકા ક્યાંકને ક્યાંક તૂટેલા હોય છે. કટનીથી અંદાજે 35 કિમી દૂર મોહાસ ગામમાં આ મંદિર આવેલું છે. જેના વિશે એવું કહેવાય છે કે, અહીં લોકોના તૂટેલા હાડકા થોડા દિવસમાં જ જોડાઈ જાય છે. જાણકારી પ્રમાણે અહીં મંગળવારે અને શનિવારે વિશેષ પૂજા કરવામાં આવે છે.

અહીં આવતા લોકો દર્દથી ખુબ પિડાતા હોય છે:
જેના કારણે અહીં બે દિવસ વધારે ભીડ રહે છે. આ બે દિવસ દરમિયાન કોઈ સ્ટ્રેચર તો કોઈ એમ્બ્યુલન્સમાં ભગવાનના દર્શને આવે છે. તેમાથી મોટા ભાગના લોકોના હાથના હાડકા તૂટેલા હોય છે અથવા પગના કે કોઈ શરીરના અન્ય ભાગના. અહીં આવતા લોકો દર્દથી ખુબ પિડાતા હોય છે. એવું કહેવાય છે કે જેવા ભક્તો આ મંદિરમાં પ્રવેશે છે ત્યારે તેને આંખો બંધ કરવાનું કહેવામાં આવે છે.

થોડા દિવસ બાદ તે સાજો થઈ જાય છે
સાથે તેમને રામ નામનો જાપ કરવાનું કહેવામાં આવે છે. જ્યારે ભક્તો આંખો બંધ કરે છે ત્યારે પંડિત અને તેમના સહાયકો પીડિતને પાંદડા અને મૂળિયારૂપી ઔષધી આપે છે અને તેને ખુબ ચાવીને ખાવાનું કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે આ જડબુટ્ટી ખાવાથી બિમાર વ્યક્તિના હાડકા આપમેળે જોડાવા લાગે છે અને થોડા દિવસ બાદ તે સાજો થઈ જાય છે.

YC