આ છે ભારતની રસસ્યમયી જગ્યાઓ, જેની આગળ વિજ્ઞાન પણ ફેલ

ગુજરાતના આ બીચ પર ભૂતોનો વાસ હોવાનો કરાય છે દાવો

ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જે રહસ્યોથી ભરેલી છે. એલિયન્સને કારણે અને ઘણા ભૂતોને કારણે ઘણી જગ્યાઓ રહસ્યમય માનવામાં આવે છે. આ સ્થળો સાથે જોડાયેલ રહસ્ય શું છે? વિજ્ઞાન પણ આજ સુધી આનો જવાબ શોધી શક્યું નથી. ભારતની ઇમારતો ન જાણે ઇતિહાસના ઘણા રહસ્યોને છુપાવેને ઉભી છે. ભારત જેટલો ઐતિહાસિક છે એટલો જ રહસ્યમય પણ છે. આજે અમે તમને દેશના આવા જ કેટલાક રહસ્યમય સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.(તમામ તસવીરો: પ્રતીકાત્મક)


શ્રાપિત ગામ : રાજસ્થાનના કુલધરા ગામની વસ્તી એક સમયે 1500 હતી, પરંતુ એક દિવસ બધા લોકો રાતોરાત ગાયબ થઈ ગયા. ત્યારથી આજ સુધી તે ગામમાં કોઈ સ્થાયી થયું શક્યું નથી. લોકો દાવો કરે છે કે આ ગામ લગભગ 200 વર્ષથી નિર્જન છે. આ ગામ જેસલમેરથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ગામ પાલીવાલ પંડિતો દ્વારા 1291માં વસાવવામાં આવ્યું હતું. એક દિવસ અચાનક લોકો રાત્રે ગાયબ થઈ ગયા, ત્યારથી આ ગામ ભૂતિયા હોવાનું માનવામાં આવે છે. પરંતુ લોકો ક્યાં ગયા, આ રહસ્ય આજ સુધી યથાવત છે.

ડુમસ બીચ : ગુજરાતના દરિયાકિનારે આવેલો ડુમસ બીચ પણ રહસ્યથી ભરેલો છે. અહીં હંમેશા પ્રવાસીઓ આવતા હોય છે. પ્રવાસીઓ આ બીચનો આનંદ ઉત્સાહ સાથે માણે છે, પરંતુ સ્થાનિક લોકોની વાતો સાંભળ્યા પછી, તમારો આત્મા કંપી ઉઠશે. સ્થાનિક લોકો દાવો કરે છે કે આ બીચ પર અદ્રશ્ય શક્તિઓ રહે છે. સૂર્યાસ્ત પછી, આ બીચ પર ચીસો સંભળાય છે. એક સમયે અહીં કબરો હોવાનું પણ કહેવાય છે.

D.Souza Chawl :(ડિ, સૌઝા પોળ) મહિમ, મુંબઈમાં સ્થિત છે. દાવો કરવામાં આવે છે કે આ પોળની આસપાસ એક ભૂતનીની આત્મા ભટકતી રહે છે. તે લગભગ 25 વર્ષ પહેલા આ પોળમાં રહેતી હતી. તે એક રાત્રે કૂવામાં પાણી ભરવા ગઈ હતી અને અકસ્માતે કૂવામાં પડી ગઈ અને તેનું મોત થયું. હાલમાં આ કૂવો બંધ છે. લોકો દાવો કરે છે કે ત્યારથી તેનો આત્મા પોળમાં ભટકી રહ્યો છે.

જીપી બ્લોક : મેરઠના આ વિસ્તાર વિશે ઘણા રહસ્યો છે. એવું કહેવામાં આવે છે કે લાલ સાડી પહેરીને, એક મહિલા ક્યારેક બિલ્ડિંગની બહાર તો ક્યારેક બિલ્ડિંગની ઉપર જોવા મળે છે. કેટલાક લોકો દાવો કરે છે કે અહીં ચાર છોકરાઓ પણ ઘરમાં ટેબલ પર બીયર પીતા જોવા મળ્યા છે. આ વિચિત્ર ઘટનાઓને કારણે, લોકો હવે તેની અંદર જતા નથી.

દિલ્હી કેન્ટ : દિલ્હી કેન્ટથી જતા લોકો વિચિત્ર દાવા કરે છે. તેઓ દાવો કરે છે કે અહીંથી નીકળતી વખતે સફેદ સાડી પહેરેલી એક છોકરી દેખાય છે અને તે લોકો પાસે લિફ્ટ માંગે છે. જો કોઈ લિફ્ટ ન આપે તો તે તેની પાછળ દોડે છે.

Patel Meet