ધાર્મિક-દુનિયા

હિન્દૂ ધર્મમાં ગાયને શા માટે પવિત્ર માનવામાં આવે છે? વાંચો ગાય માતા વિશેનો રહસ્યમય ઇતિહાસ

હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર પ્રાણી ગાયને ગણવામાં આવે છે. ગાયની પૂજા કરવી, તેને ઘાસ નાખવું ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ રહેલો છે અને એટલે જ આપણે ગાયને માતા તરીકેનો દરજ્જો પણ આપ્યો છે.

Image Source

આજે અમે તમને ગાય વિશેની એવી જ કેટલીક મહત્વની બાબતો જણાવવા જઈ રહ્યા છે. જેના કારણે સાબિત થાય છે કે કેમ ગાયને આપણી સંસ્કૃતિમાં પવિત્ર પ્રાણી માનવામાં આવ્યું છે.

Image Source

શા માટે ગાયને “મા” કહેવામાં આવે છે?
આપણે ગાયને માતા કહીએ છીએ. સૃષ્ટિ પર રહેલા કરોડો પ્રાણીઓમાં ગાય જ એક એવું પ્રાણી છે જેને માતાનો દરજ્જો મળેલો છે. શાસ્ત્રો તરફ એક નજર કરીએ તો જયારે બ્રમ્હાજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે પૃથ્વી ઉપર સૌથી પહેલા ગાયને મોકલી હતી. જેના કારણે ગૌવંશથી ગાયને માતા તરીકેનો દરજ્જો મળેલો છે. જેમ એક માતા બાળકનો ઉછેર પોતાના દૂધથી કરે છે તેમ ગાયના દૂધ દ્વારા પણ સૌનો વિકાસ થાય છે. માતાના દૂધ પછી ગાયનું દૂધ જ સૌથી પવિત્ર માનવામાં આવે છે.

Image Source

ગાયના દાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે:
હજારો વર્ષો પાછળ વળીને જોઈશું તો પણ ગાયના દાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવ્યું છે. ઘરમાં દીકરીના લગ્ન થાય ત્યારે દીકરીને ગાયનું દાન આપવામાં આવતું હોય છે. આજે સમાજ આધુનિકતા તરફ આગળ વધ્યો છે જેના કારણે સોના ચાંદીની ગાયના દાન આપવામાં આવે છે પરંતુ એક સમય એવો હતો જયારે સાચી ગાયનું જ દાન આપવામાં આવતું. તે સમયે ગાયના પાલન પોષણ માટેની પણ પૂરતી વ્યવસ્થા જોવા મળતી. બ્રામ્હણને પણ ગાયનું દાન આપવું શુભ માનવામાં આવે છે.

Image Source

ગાયની પૂજાથી ઈચ્છાઓ થાય છે પૂર્ણ:
ગાયની પૂજા કરવાના કારણે ઈચ્છીત ફળ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે. જે ઘરમાં ગાય છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ વ્યાપેલી રહે છે. જે લોકો અભ્યાસ કરી રહ્યા છે તે લોકો ભણવાની સાથે સાથે ગાયની પણ પૂજા કરે તો તેમનો માનસિક વિકાસ ઝડપથી થઇ શકે છે. ગાયને ઘાસ ખવડાવવાથી ધન પ્રાપ્તિ પણ થાય છે. સંતાન પ્રાપ્તિ માટે પણ ગાયની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

Image Source

ગાયના શિંગડામાં છે બ્રમ્હા, વિષ્ણુ, મહેશ:
આપણા ધર્મમાં અને ગ્રંથોમાં માનવામાં આવ્યું છે કે ગાયની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ થયેલો છે ત્યારે ગાયના શિંગડાની આસપાસ બ્રમ્હા, વિષ્ણુ અને મહેશનો વાસ રહેલો છે. ગાયને તિલક કરવાથી અને માથા ઉપર હાથ ફેરવવાથી એ દેવોના આશીર્વાદ આપણને મળતા હોય છે.

Image Source

ગાય જ્યાં બેસે છે એ જગ્યા થઇ જાય છે પવિત્ર:
એવી માન્યતા છે કે ગાયની સેવા કરવા વાળા વ્યક્તિઓના બધા જ પાપ ગાય પોતાના શ્વાસ દ્વારા અંદર ખેંચી લે છે. ગાય જ્યાં બેસી જાય છે ત્યાં પોતાના શ્વાસોશ્વાસ દ્વારા આસપાસ રહેલી નકારત્મકતાને દૂર કરી અને હકારાત્મકતા ભરી દે છે.

Image Source

ગૌમૂત્ર છે પવિત્ર:
આપણે સૌ જાણીએ જ છીએ કે ગૌમૂત્ર કેટલું પવિત્ર છે. વિવિધ ઔષધીઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ તેના છાણનો વિવિધ ધાર્મિક કાર્યોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘરમાં લીપણ તરીકે પણ ગાયના છાણનો ઉપયોગ થાય છે. તેમજ હવન માટે ખાસ ગાયના છાણના છાણાનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી ઘરમાં પવિત્રતાનો વાસ થાય છે અને ઘરમાં રહેલા કેટલાક જીવજંતુઓ પણ દૂર ચાલ્યા જાય છે.

Image Source

આ રીતે ગાય આપણા હિન્દૂ ધર્મમાં ઘણી જ પવિત્ર માનવામાં આવે છે. હજારો વર્ષો પૂર્વેથી ગાયની પૂજા થતી આવી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.