ગુજરાતના આકાશમાં ફરીવાર સર્જાયું કૌતુક, અડધા ગુજરાતમાં રાત્રીના સમયે દેખાયો ટ્યુબલાઈટ જેવો નજારો.. જુઓ તસવીરો

હારબંધ ચાલી રહેલા તારા જેવો નજારો જોઈને લોકોમાં છવાયું અચરજ, કોઈએ કહ્યું ખગોળી ઘટના તો કોઈએ કહ્યું સ્પેસ ટ્રેન ? શું હતું તેનું રહસ્ય

દુનિયાભરમાં ઘણીવાર કેટલાક એવા કૌતુક સર્જાતા હોય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. ઘણીવાર આકાશમાં એવા એવા દૃશ્યો દેખાય છે જેને લઈને અચરજ છવાઈ જતું હોય છે, ગતરોજ પણ અડધા ગુજરાતમાં આવો જ નજારો જોવા મળ્યો હતો જેને લઈને લોકોમાં હજુ પણ કુતુહલ છવાયેલું જોવા મળી રહ્યું છે.

ગઈકાલે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આકાશમાં મધ્ય રાત્રીએ ટ્યુબલાઈટ જેવો એક રહસ્યમય નજારો જોવા મળ્યો હતો. જેની ઘણી તસવીરો અને વીડિયો પણ લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાની સાથે જ તે વાયરલ પણ થઇ ગયા હતા.

આ નજારો જોઈને લોકોના મનમાં કુતુહલ જાગ્યું હતું કે આખરે આ વસ્તુ શું હતી ? આ દૃશ્ય રાજ્યના સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, મહીસાગર સહિત અનેક જિલ્લાઓમાં જોવા મળ્યુ હતુ. જેને જોઈને એવું લાગતું હતું કે તારા એક જ હારબંધમાં ચાલી રહ્યા છે. ત્યારે ઘણા લોકોએ આ ઘટનાને ખગોળીય ઘટના પણ ગણાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તો ઘણા લોકોમાં સ્પેસ ટ્રેન હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. આ નજારો સુરતથી લઈને સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળ્યો હતો. જો કે હજુ સુધી આકાશમાં ટ્યુબલાઈટ જેવી દેખાતી આ વસ્તુ શું હતું તેના વિશેની કોઈ પાક્કી જાણકારી સામે નથી આવી. જેના કારણે લોકો આ તસવીરો અને વીડિયોને લઈને અલગ અલગ તર્ક વિતર્ક જણાવી રહ્યા છે.

Niraj Patel