ધોરણ 10 ની સ્ટુડન્ટ નાનાના ઘરેથી ગુમ થઈ ગઈ, સ્યુસાઇડ નોટમાં એવું લખ્યું કે પોલીસ અને પરિવાર દોડતો થઇ ગયો

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર આપઘાતના મામલાઓ સામે આવતા રહે છે. ઘણીવાર નાની અમથી વાતને કારણે લોકો આપઘાત કરી લેતા હોય છે. તો ઘણીવાર પરીક્ષામાં સારા માર્ક્સ ન આવતા વિદ્યાર્થીઓ આપઘાત જેવું પગલુ ભરતા હોય છે. હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ધોરણ 10ની પરીક્ષામાં ધાર્યા કરતા ઓછા માર્ક્સ આવવાને કારણે એક વિદ્યાર્થીની સુસાઇડ નોટ લખી ગુમ થઇ ગઇ છે. CBSE 10મીની પરીક્ષામાં ઓછા માર્ક્સથી પરેશાન એક વિદ્યાર્થીની તુર્કીના કફેનમાં તેના નાનાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. તેના રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું છે ‘આઈ એમ સોરી’મારે હવે આ દુનિયા છોડી દેવી પડશે. મેં આ જીવન ઘણું જીવ્યું છે, બસ હવે જીવવાની મારામાં હિંમત નથી.

Image source

તમે લોકો ખૂબ જ યાદ કરશો. હું આશા રાખું છું કે તમે મને આગામી જીવનમાં મળશો. મહેરબાની કરીને મારી લાશ ન શોધતા. કારણ કે, તે મળશે નહીં. હું ગંગાના કિનારે આત્મહત્યા કરવા જઈ રહી છું. હું આશા રાખું છું કે મારા પરિણામને કારણે તમને જે સલાહ મળી છે તે ઓછી થશે. જો કોઈ મારા વિશે પૂછે તો કહેજો કે તેનું મોત હાર્ટ એટેકથી થયું હતું.ભૂલી જાવ કે કોઈ તમારી દીકરી પણ હતી.કંઇક અઘટિત થવાના ડરથી પરિવારમાં ગભરાટ ફેલાયો છે. વિદ્યાર્થી શ્રેયા કુમારી ઉર્ફે ખુશી સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ભગવાનપુર સર ગણેશદત્ત નગર વિસ્તારની રહેવાસી છે. પિતા ચંદ્રમણિ લાલન હાર્ડવેરની દુકાન ધરાવે છે.

Image source

તેમણે જણાવ્યું કે ચાર દિવસ પહેલા તે તેને નાનાના ઘરે લઈ ગયા હતા. શ્રેયાએ કહ્યું કે તમે ઘરે જાઓ. શ્રાવણી મેળો જોઈને આવીશ. આ દરમિયાન છેલ્લા દિવસે તેનું 10માનું પરિણામ આવ્યું હતું. જેમાં તેને માત્ર 59% માર્કસ મળ્યા. તેને અપેક્ષા કરતા ઓછા માર્કસ મળતા તે નિરાશ થઈ હતી. જો કે, તે સંપૂર્ણપણે સામાન્ય વર્તન કરી રહી હતી. શનિવારે રાત્રે શ્રેયા જમ્યા બાદ સુઈ ગઈ હતી. રવિવારે સવારે જ્યારે તેઓ તેને લેવા ગયા ત્યારે તે ગુમ હતી. પરંતુ એક પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. મામલો જિલ્લાના તુર્કી ઓપી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

Image source

શ્રેયા કુમારી તેના પિતા સાથે સદર પોલીસ સ્ટેશન વિસ્તારના સર ગણેશ દત્ત નગર રોડ નંબર 4માં રહેતી હતી અને બીબીગંજની અંબિકા ભવાની પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. મેટ્રિકની પરીક્ષામાં માર્કસ ધાર્યા કરતા ઓછા આવતા તે સતત ડિપ્રેશનમાં ચાલી રહી હતી. સમગ્ર મામલાની માહિતી આપતા તુર્કીના ઓપી પોલીસ સ્ટેશન ઓફિસરે જણાવ્યું હતું કે મોડી સાંજે એક યુવતીએ સુસાઈડ નોટ લખીને ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે આ અંગે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શ્રેયાની માતાએ પુત્રીના ગુમ થવાના દુઃખમાં ખાવા-પીવાનું છોડી દીધું છે. તે પોતાની પુત્રીને યાદ કરીને દુઃખી છે અને શોક વ્યક્ત કરે છે.

Shah Jina