‘બહુ જ મહોબ્બત કરી હતી ઝાહિદ તમને…’ પતિની આવી ગંદી કરતૂતથી પરેશાન પત્નીએ કરી આત્મહત્યા, આપઘાત પહેલા બનાવ્યો વીડિયો

હું જઈ રહી છું, તમે ખુશ રહેજો…. પેનડ્રાઈવમાં પતિના ગંદા કાંડ જોઈને પત્નીએ ભર્યું અંતિમ પગલું, જુઓ વીડિયો

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, જેમાં કેટલાક પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ તો કેટલાક ઘરકંકાસને કારણે તો કેટલાક પતિ કે પત્નીની બેવફાઇને કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. હાલમાં એક આપઘાતના મામલો સામે આવ્યો, જેમાં એક મહિલા શિક્ષિકાએ ઝહેર ખાઇ આપઘાત કરી લીધો. આપઘાત પહેલા મહિલાએ એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો જેમાં તે ઘણુ બધુ કહી રહી હતી. મોતને ગળે લગાવવા દરમિયાન તે દુલ્હનની જેમ સજી ધજી બેઠી હતી.

વીડિયોમાં તે કહી રહી છે કે તે તેના શૌહરને ઘણો પ્રેમ કરતી પણ પતિ તેને હંમેશા સલ્ફાસ ખાવાનું કહેતો કે તેણે ખાઇ લીધુ. મોત પહેલા મહિલા બોલી કે શૌહર ટોર્ચર કરતો હતો, પણ તે તેને ઘણો પ્રેમ કરતી હતી. જણાવી દઇએ કે, આ મામલો બિહારના મુઝફ્ફરપુરના અહિયાપુર થાના ક્ષેત્રના કોલ્હુઆ પૈગંબરપુરનો છે. રવિવારના રોજ મહિલાની મોત થઇ ગઇ, જેનો વીડિયો હવે જઇને સોશિયલ મીડિયા પર સામે આવ્યો અને વાયરલ થયો. દીકરીની મોત બાદ પિતાએ કહ્યુ કે દીકરીને જ્યારે ન્યાય મળશે ત્યારે જ તેમને શાંતિ મળશે.

મહિલા શિક્ષિકાએ પતિની પ્રતાડના અને તેની ઐય્યાશીથી પરેશાન થઇ સલ્ફાસની ગોળી ખાઇ લીધી. જો કે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેણે જણાવ્યુ હતુ કે તેનો પતિ હંમેશા તેને સલ્ફાસ ખાવા કહેતો હતો. ઘટના સમયે પણ તેના પતિએ આવું કહ્યુ હતુ, અને એટલે તેણે સલ્ફાસની ગોળીઓ લાવી ખાઇ લીધી. મોત પહેલા મહિલાએ કહ્યુ કે, તેનો પતિ તેને વારંવાર મેણા મારતો જેને કારણે બંને વચ્ચે ઘણીવાર વિવાદ થતો. મૃતકની ઓળખ અજમા ગનીશના રૂપમાં થઇ છે અને તેના પતિની ઓળખ મો.ઝાહિદ હુસૈન તરીકે થઇ છે.

બંનેના લગ્ન ગયા વર્ષે એપ્રિલમાં થયા હતા. લગ્ન બાદથી આરોપી તેની પત્નીને પ્રતાડિત કરતો હતો. મૃતક અહિયાપુરના સહબાઝપુરમાં શિક્ષિકા હતી. આરોપીના અન્ય છોકરીઓ સાથે અવૈદ્ય સંબંધ પણ હતા. મૃતકના પિતાએ જણાવ્યુ કે, તેમની દીકરીને આરોપીએ ભાડાના મકાનમાં રાખી હતી અને ભાડુ પણ તેમની દીકરી જ આપતી હતી. તે કંઇ કામ કરતો નહોતો. અવૈદ્ય સંબંધની ભનક દીકરીને લાગી તો તે આને લઇને તેને પ્રતાડિત કરતો અને તેની સાથે ઝઘડો પણ કરતો. રાતના બે વાગ્યા બાદ તે કોઇ બીજી છોકરી સાથે વાત કરતો.

તસવીર સૌજન્ય : દૈનિક ભાસ્કર

પિતાએ આરોપ લગાવતા કહ્યુ કે, તે સાઇબર ક્રાઇમ સાથે જોડાયેલ કામ કરતો અને બીજાના ઇમેઇલ હેક કરતો. તેના પર પહેલાથી જ શક હતો અને આ વચ્ચે દીકરીને પણ શક થયો તો તેણે રૂમની તલાશી લીધી અને તેને એક પેન ડ્રાઇવ હાથ લાગી, જેમાં અશ્લીલ વીડિયો હતો. પેન ડ્રાઇવ અને મોબાઇલમાં છોકરીઓની અશ્લીલ તસવીરો હતી, જેમાં ઝાહિદ પણ હતો. આ બધુ ખબર પડ્યા બાદ મૃતકને વધારે પરેશાન કરવામાં આવી તો તેણે આખરે કંટાળી આત્મહત્યા કરી લીધી.

Shah Jina