ગાડીનું સનરૂફ ખોલીને ડાન્સ કરી રહી હતી દુલ્હન, અચાનક સામેથી બીજી ગાડીએ કાબુ ગુમાવતા જાનૈયાઓને ઉડાવ્યા, જુઓ વીડિયો

હિમ્મત હોય તો જ જોજો આ વિડીયો, બાકી જેવા તેવા લોકોનું કામ નથી

લગ્ન એક ખુબ જ ઉમંગનો પ્રસંગ હોય છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નની અંદર ખુબ જ ખુશ હોય છે, વરઘોડાની અંદર ભરપૂર નાચે પણ છે, પરંતુ ક્યારેક ક્યારેક આ ખુશી માતમમાં પણ પરિણમતી હોય છે.

આવી જ એક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વરઘોડાની અંદર દુલ્હન કારનું સનરૂફ ખોલી અને ડાન્સ કરી રહી છે.અચાનક સામે થી બીજી કાર પોતાનો કાબુ ગુમાવતા જ વરઘોડામાં રહેલા જાનૈયાઓને કચડીને કાર આગળ નીકળી જાય છે.

આ ઘટના બની છે યુપીના મુજ્જફરપુરનગરમાં મંગળવારના રોજ. વરઘોડો હાઇવે ઉપરથી નીકળી રહ્યો હતો તે દરમિયાન જ અનિયંત્રિત થયેલી ગાડીએ વરઘોડામાં રહેલા લોકોને ઉડાવ્યા. એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું  હતું જયારે 12 લોકો ઘાયલ થયા હતા. લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.

આ ઘટનાની હાલ અધિકારીઓ દ્વારા તપાસ કરી રહી છે. આ ઘટના નો સમગ્ર વીડિયો એક વ્યક્તિએ કેદ કર્યો હતો જયારે એક ઉજરે એ વીડિયો સોશિયલ મીડિયા માં પોસ્ટ કર્યો એ આપ નીચે જોઈ શકો છો.

Niraj Patel