પિતૃપક્ષમાં જરૂર કરો આ 5 કામ, નહીં તો અધૂરું રહેશે તર્પણ

જો શ્રાદ્ધમાં આ ભૂલ કરશો તો પિતૃ થશે નારાજ

પિતૃપક્ષ એટલે શ્રાદ્ધ શરૂ થઈ ગયું છે. આ દિવસોમાં, પૂર્વજોની આત્માની શાંતિ માટે વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. પિતૃ દોષ દૂર કરવા માટે શ્રાદ્ધ પજ્ઞ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન કરવામાં આવતા તર્પણથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે. શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધની વિધિનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને આ દરમિયાન 5 વસ્તુઓ અવશ્ય કરવી જોઈએ.

1. એવું માનવામાં આવે છે કે પિતુ પક્ષ દરમિયાન, આપણા પૂર્વજો કોઈ ને કોઈ સ્વરૂપે આપણી પાસે આવે છે. તેઓ કોઈપણ સ્વરૂપમાં તમારી આસપાસ આવી શકે છે. તેથી, તમારા ઘરની આસપાસ આવતા કોઈપણ પ્રાણી, પક્ષી અથવા જંતુનો ક્યારેય અનાદર ન કરવો જોઈએ અને ન તો તેમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવું જોઈએ.

2. પિત્રુ પક્ષ દરમિયાન, કોઈ પણ નવી વસ્તુ ખરીદવાનું અથવા કોઈ નવું કામ શરૂ કરવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન કોઈ માંગલિક કાર્યક્રમનું આયોજન ન કરવું જોઈએ. આ દરમિયાન, જો કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય, તો તેની ઉજવણી પિતૃ પક્ષના અંત પછી કરવી જોઈએ.

3. આ સમયગાળા દરમિયાન, તમારી ઘરની બહાર એક વાસણમાં ખોરાક અને પાણી અવશ્ય રાખવા જોઈએ. આનાથી બેઘર લોકો, પ્રાણીઓ, પક્ષીઓ અને જંતુઓ માટે તેમની ભૂખ અને તરસ સંતોષવાનું સરળ બનશે. આ સમયે તમારે દરેકની શક્ય હોય તે રીતે મદદ કરવી જોઈએ. પિતૃપક્ષ દરમિયાન આ કાર્ય કરવાથી પુણ્યશાળી ફળ મળે છે.

4. પિતૃપક્ષ દરમિયાન, જે વ્યક્તિ ધાર્મિક વિધિઓ કરી રહ્યો છે, ખાસ કરીને ‘તર્પણ’ કરી રહ્યો છે તેણે ચણા, દાળ, જીરું, કાળા મીઠું, દુધી, સરસવ, કાકડી અને માંસનું સેવન ટાળવું જોઈએ.

5. તર્પણ કરતી વખતે કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ. તમારા પૂર્વજોને ખુશ કરવા માટે, તેમનો મનપસંદ ખોરાક તૈયાર કરો અને તેને બ્રાહ્મણ, કાગડો, ગાય અને કૂતરાને અર્પણ કરો.

Patel Meet